સોમનાથનાં કાર્તિકી પૂર્ણિમા મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ગરમા ગરમ ભજીયા લોકોને દાઢે વળગ્યા શ્રી શાંતારામની રિયલ લાઈફની ફિલ્મ “દો આંખે બારહ હાથ” રિયલ રૂપે સોમનાથ નાં કાર્તિકી પૂર્ણિમાનાં મેળા માં જોવા મળી.
સોમનાથ નાં કાર્તિકી પૂર્ણિમાનાં મેળા નો ગઈ કાલ થી આરંભ થઈ ગયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળા માં રાજકોટ મધ્યસ્થ જેલનાં ભજીયા લોકો માટે હોટ ફેવરિટ રહ્યા.
રાજ્યના એડી. ડીજીપી કે.એલ રાવ તથા રાજકોટ મધ્યસ્થ જેલનાં અધિક્ષક બન્નો જોષી ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગ થી સોમનાથ ખાતે યોજાયેલ કાર્તિકી પૂર્ણિમાનાં મેળા માં જેલના કેદીઓ દ્વારા ખાસ ભજીયા વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે.
આ ભજીયા વેચાણ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન જેલવાસ ભોગવી રહેલા બંદીજનો દ્વારા જ કરાયેલ છે. હાલ 10 જેટલા બંદીવાનો આ વેચાણ કેન્દ્ર ઉપર કાર્યરત છે કે જેઓ ભજીયા બનાવવા, હિસાબ કિતાબ રાખવો, માલ સામાન લેવા જવું જેવા તમામ કાર્યો હથકડી કે કોઈપણ પ્રકારના બંધન વગર મુક્ત રીતે કરતા હોય છે.
રાજકોટ જેલ ફેક્ટરી મેનેજર સી.એમ પરમાર કહે છે કે, જેલમાં સુથારી ગામ, વણાટ કામ, બેકરી ઉત્પાદન વગેરે તાલીમ અપાય છે અને આ ઉદ્યોગથી તેને કામ મળે છે અને સરકાર દ્વારા ધોરણ મુજબ પગાર પણ મળે છે. અને તેઓ જેલવાસ પૂર્ણ થતાં પોતાની બાકીની જિંદગી માં જેલમાં મેળવેલ તાલીમના કારણે નવી જિંદગીની શરૂઆત કરી શકે છે જે માટે પણ નિયમ મુજબ સરકાર આર્થિક સહાય આપે છે.
રાજકોટ જેલર ઇન્ચાર્જ કિરણસિંહ સિસોદીયા કહે છે કે, આવા ઓપન વેચાણ કેન્દ્ર જૂના બંદીજનો અને લાંબી સજા ભોગવી હોય અને ટૂંકી સજા બાકી હોય અને વર્ષોથી જેલમાં ચાલતા વિવિધ ઉદ્યોગોમાં ખંત મહેનતથી કામ કર્યું હોય તેવા અનુભવીને સંચાલન સોંપવામાં આવે છે.
રાજકોટમાં જેઇલગેટ અને કાલાવડ રોડ ઉપર આવા વેચાણ કેન્દ્ર કાયમી ધોરણે છે.
જેલમાં સજા ભોગવતા બંદીજનો ભજીયા બનાવતા, પડીકા બાંધતા, લોટ બાંધતા કે ભજીયા બનાવવાની સામગ્રી ખરીદવા ખુલ્લા મુકત રીતે જતા જોઈને લોકોને વર્ષો પહેલાની શ્રી શાંતારામ ની ફિલ્મ "દો આંખે બારહ હાથ" રિયલ રૂપે સોમનાથ નાં કાર્તિકી પૂર્ણિમાનાં મેળા માં જોવા મળી હોઈ તેવો અનુભવ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.