આબંલગઢ ગીર ખાતે નૂતન રામજી મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી રામકથાનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ
માળીયા (હાટીના) તાલુકાના આંબલગઢ ગીર ખાતે નૂતન રામજી મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી રામકથાનું આયોજન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન તા.૯/૫/૨૦૨૪ થી તા.૧૩/૫/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ છે
ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ શ્રી રામચંદ્ર ભગવાન ની કૃપા તેમજ ગામના સંત વિભૂતિ અક્ષર નિવાસી સ.ગુ કોઠારી સ્વામી સોમ પ્રકાશ દાસજી ની દિવ્ય પ્રેરણાથી સ.ગુ. પૂજારી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી ના આશીર્વાદથી અને સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણના સંસ્થાપક પ.પૂ ભાગવત ભૂષણ શ્રીજીસ્વામી તથા પૂ શ્રીરામ સ્વામી ના માર્ગદર્શન અને આંલગઢ ગીર સમસ્ત ગ્રામજનોના સાથ અને સહકારથી વર્ષો જૂનું શ્રી રામજી મંદિર જીર્ણોદ્ધાર થતા નુતન મંદિર નું નિર્માણ કરવામાં આવેલ છે આ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી તથા હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદા ની પ્રાંણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા.૯/૫ થી તા.૧૩/૫ દરમ્યાન યોજાનાર છે જેમાં પોથીયાત્રા,દીપ પ્રાગટ્ય યજ્ઞ પ્રારંભ,ઠાકોરજીની પ્રતિષ્ઠા અને રાત્રી કાર્યક્રમમાં લોક ડાયરો, સંતવાણી, રાસ ગરબા, ઠાકોરજી ની નગરયાત્રા, કાનગોપી રાસ તેમજ આ મહોત્સવ અંતર્ગત શ્રી રામકથા ત્રિદિનાત્મક મહાયજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
કથાના વક્તા શ્રી.પ.પૂ. ભાગવત ભૂષણ સદ્ શ્રી શ્રીજી સ્વામી વિદ્યાધામ હાથીજણ ના સંસ્થાપક દ્વારા કથાનુ રસપાન કરાવશે
ત્યારે આ મહોત્સવમાં ધામો ધામ થી સંતો મહંતો પધારી આશીર્વાદ આપી આ પ્રસંગને દેવદર્શન તથા કથામૃતનું રસપાન મહાપ્રસાદનો લાભ લેવા પૂ.શ્રી. રામસ્વામી તથા સમસ્ત ગામ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.