વાગડ શિક્ષણ સમિતિ દ્વારા સોનલવા ખાતે રાપર તાલુકા શિક્ષક ઇનોવેશન ફેર અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
રાપર : આજ રોજ વાગડ શિક્ષણ સમિતિ દ્વારા સોનલવા ખાતે રાપર તાલુકા શિક્ષક ઇનોવેશન ફેર અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરાયું હતું
પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
ત્યારબાદ મહેમાનોને શાલ અપર્ણ કરી સ્વાગત અને સન્માન કરાયુ હતું
તેમજ વાલીઓ અને બાળકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
NMMS ની પરીક્ષામાં ગત વર્ષ 2021-12માં મેરીટમાં આવેલા 13 વિદ્યાર્થીઓ, PSE. પરીક્ષામાં પાસ ૦૮ વિદ્યાર્થીઓનું ,
વિજ્ઞાન મેળો વર્ષ ૨૦૨૨/૨૩માં જીલ્લા કક્ષાએ ભાગ લેનાર 10 વિદ્યાર્થીઓનું તેમજ નીપુણ ભારત અંતર્ગત
વાર્તા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ નંબર લાવેલ એક વિદ્યાર્થીનું સન્માન કરાયુ હતું
. ઉપરાંત વાગડ શિક્ષણ સમિતિ દ્વારા NMMS
ના નિઃશુલ્ક ક્લાસીસ દર શનિ તેમજ રવિવારે ચલાવવામાં આવે છે જેમાં
સેવા આપતા સેવાર્થી શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં
વિવિધ કક્ષાએ એવોર્ડ મેળવનાર શિક્ષકો શ્રી બળદેવજી ઠાકોર,
યકીન દરજી ને
સન્માનમાં આવ્યા હતા
કાર્યક્રમના અધ્યક્ષશ્રી અરજણભાઈ ડાંગર પ્રમુખશ્રી, રાપર તાલુકા શિક્ષક સંઘ), મહાદેવભાઈ કાગ(મહામંત્રીશ્રી, રાપર તાલુકા શિક્ષક સંઘ), અશોકભાઈ પ્રજાપતિ(વિવેકાનંદ એકેડમી), શ્રી રમેશભા ગઢવી, દેવીદાનભા ગઢવી વગેરે દ્વારા પ્રાસંગિક પ્રવચનો અપાયા હતા
જેમાં શ્રી અરજણભાઈ ડાંગર દ્વારા 5000 રૂપિયાનું દાન વસુંધરા ટ્રસ્ટ-વિવેકાનંદ એકેડમીને આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાપર તાલુકામાંથી પોતાનું ઇનોવેશન લઈને આવેલા શિક્ષકો દ્વારા તેમના ઇનોવેશનનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શિક્ષકોએ એકબીજાનાં ઇનોવેશનની માહિતી લીધી હતી. ઇનોવેશન પ્રદર્શનમાં ભાગ લીધેલ શિક્ષકોનું પણ શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની આભાર વિધિ શ્રી બાબુભાઈ મોર(મુ.શિ. માલીસરાવાંઢ પ્રા.શાળા) દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા વાગડ શિક્ષણ સમિતિના સભ્યો અરવિંદ રાવલ, વિજય જાની, રાજેશ કુબેર વગેરે જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન વિજય ચૌધરી એ કર્યું હતું
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.