લખતરના ડેરવાડા સાકર કોઝવેમા પિકઅપ વાન બંધ પડતાં મજૂરોના જીવ આસમાને
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સાકર ડેરવાળા વચ્ચેના કોઝવે ઉપર ભારે વરસાદના પગલે અને ઉપરવાસથી આવેલા ધસમસતા પાણીમાં વચ્ચે મુસાફરો ભરીને જતી પીકઅપવાન અચાનક બંધ પડતા પેસેન્જરોના જીવ પડીકે બધાંયા હતા જેમાં કોઝવે પાસે એકત્ર થયેલા લોકો દ્વારા ધક્કા મારી મહામુસીબતે પીકઅપ વાનને કોઝવેમાંથી બહાર કાઢી હતી ત્યારે પીકઅપ વાનમાં સવાર મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા સાકર વચ્ચેના કોઝવે ઉપર પાણી ફરી વળતા કોઝવેમાં વાહન વ્યવહાર ગઇકાલે સાંજનો બંધ થઈ ગયો હતો. આજે પશુપાલક પશુઓ સાથે મહામુસીબતે જીવના જોખમે કોઝવેમાંથી પસાર થતા હતા ત્યારે ખેતમજૂરોને લઈને નીકળેલી પીકઅપ વાન બરોબર કોઝવેમાં પસાર થઈ રહી હતી, ત્યારે કોઝવેમાં જ પાણી વચ્ચે અચાનક બંધ થઈ જતા પિકઅપ વાનમાં બેઠેલા ખેત મજૂરોના જીવ પડીકે બંધાયા હતા ત્યારે કોઝવે પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને હિંમતવાળા યુવાનોએ કોઝવેના પાણીમાં ઉતરી પિકઅપને ધક્કા મારી કોઝવેમાંથી માંડમાંડ બહાર કાઢી હતી ત્યારે પિકઅપ વાનમાં સવાર ખેતમજૂરોના જીવમાં જીવ આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.