બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની "નારી ગૌરવ" લોન યોજના થી ૪૦૦ મહિલા ઓ આત્મનિર્ભર બની "નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા બાંગ્લાદેશના પ્રોફેસર મોહમ્મદ યુનુસનું સ્મરણ થયું જેણે ૨૦ લાખ નાના અને ગરીબ લોકોને ર.૧ અબજ ડોલરનું ધિરાણ કરેલ જે પૈકી ૯૪% લોન મહિલાઓને આપેલ" - At This Time

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની “નારી ગૌરવ” લોન યોજના થી ૪૦૦ મહિલા ઓ આત્મનિર્ભર બની “નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા બાંગ્લાદેશના પ્રોફેસર મોહમ્મદ યુનુસનું સ્મરણ થયું જેણે ૨૦ લાખ નાના અને ગરીબ લોકોને ર.૧ અબજ ડોલરનું ધિરાણ કરેલ જે પૈકી ૯૪% લોન મહિલાઓને આપેલ”


બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ની "નારી ગૌરવ" લોન યોજના થી ૪૦૦ મહિલા ઓ આત્મનિર્ભર બની
"નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા બાંગ્લાદેશના પ્રોફેસર મોહમ્મદ યુનુસનું સ્મરણ થયું જેણે ૨૦ લાખ નાના અને ગરીબ લોકોને ર.૧ અબજ ડોલરનું ધિરાણ કરેલ જે પૈકી ૯૪% લોન મહિલાઓને આપેલ"

બગસરા જેવા એક નાના તાલુકા મથકે સહકારી મંડળીના માધ્યમથી એક શિક્ષિત યુવાને “નારી ગૌરવ લોન યોજના” દ્વારા લગભગ ૪૦૦ જેટલી બહેનોને નાનો મોટો વ્યવસાય કરી શકે તે માટે ર કરોડ રૂ. નું ધિરાણ કર્યું છે તેવી માહિતી મને મળી એટલે “ગરીબોના બેન્કર” તરીકે ઓળખાતા અને ૨૦૦૬ માં નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા બાંગ્લાદેશના પ્રોફેસર મોહમ્મદ યુનુસનું સ્મરણ થયું જેણે ૨૦ લાખ નાના અને ગરીબ લોકોને ર.૧ અબજ ડોલરનું ધિરાણ કરેલ જે પૈકી ૯૪% લોન મહિલાઓને આપેલ અને દુનિયાને માઇક્રોફાઇનાન્સનો નવો કન્સેપટ આપ્યો.
પોતે ઉભી કરેલ સહકારી મંડળીના વહીવટમાં અને વિકાસમાં પૂરો સમય ફાળવી શકે તે માટે શિક્ષક તરીકેની સલામત સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દેનાર ઘંટીયાણ ગામના (તા. બગસરા) અનિલ વેકરીયાએ ટૂંકા સમયમાં તેમણે પોતે ઉભી કરેલ સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીનો જબરદસ્ત વિકાસ કર્યો છે. મંડળીની બ્રાંન્યોની ઓફિસોના આધુનિક બિલ્ડીંગો, મલ્ટીનેશનલ બેન્કોને શરમાવે તેવા છે.૯ /૧૧ /૨૦૨૩ ના રોજ આ ઝડપથી વિકસિત થઇ રહેલ આ મંડળીની મુખ્ય ઓફિસની ડો ભરતભાઇ કનાબારે મુલાકાત લીધી.મહિલા સશક્તિકરણ માટે ઉત્તમોત્તમ સુવિધ સાથે નાણાં નિયમન ની બેનમૂન વ્યવસ્થા પ્રમાણિક પારદર્શી વહીવટ થી ખૂબ પ્રભાવિત થઇ ખુશી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.