હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે UGVCL હિંમતનગર દ્વારા આયોજિત ૧૫મી ઇન્ટર સર્કલ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ - At This Time

હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે UGVCL હિંમતનગર દ્વારા આયોજિત ૧૫મી ઇન્ટર સર્કલ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ


*હિંમતનગરના સાબર સ્ટેડીયમ ખાતે UGVCL હિંમતનગરદ્વારા આયોજિત ૧૫મી ઇન્ટર સર્કલ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ*
****************
*પદયાત્રીઓમાં વીજ સલામતી માટેની જાગૃતિ ફેલાય તે માટે મોબાઇલ વાનને લીલી ઝંડી અપાઇ*
************
સાબરકાંઠા જિલ્લાના સાબર સ્ટેડીયમ, હિંમતનગર ખાતે હિંમતનગર વર્તુળ કચેરી દ્વારા આયોજિત ૧૫મી ઇન્ટર સર્કલ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં UGVCLના MD સહિત ૪૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
૧૫મી ઇન્ટર સર્કલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં UGVCLના MD શ્રી પ્રભાવ જોષીએ ભાગ લઇને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં હિંમતનગર UGVCL સર્કલના SE શ્રીજી.જે.ધનુલાએ જણાવ્યું હતું કે હિંમતનગર, પાલનપુર અને સાબરમતી સર્કલના ગાંધીનગર,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા,મહેસાણા,પાટણ જિલ્લાના UGVCL કચેરીની મહિલા અને પુરુષ કર્મચારીઓએ બેન્ડમિન્ટન સ્પર્ધામાં ભાગ લે એ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં કચેરીના મહિલા અને પુરુષોએ ભાગ લઇને ખેલ પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે.
ભાદરવી પુનમને લઈને પગપાળા પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યાં હોય છે અને સાથે રથ અને નેજા પણ હોય છે. પદયાત્રીઓની સુરક્ષાને લઇને રસ્તામાં કોઈ વીજ વાયરને અડકી ન જાય કે પદયાત્રીઓ ચાલતા થાક લાગતા વીજ થાંભલા નજીક ન બેસે તે માટે સાવચેતી રાખવા જણાવાયું હતુ. પદયાત્રીઓમાં વીજ સલામતી અર્થે UGVCL દ્વારા મોબાઈલ વાનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ મોબાઇલ વાન સાબરકાંઠાના પ્રાંતિજના મજરાથી ખેડબ્રહ્મા ખેરોજ સુધી ચોવીસ કલાક રોડ પર ચાલતા જતા પદયાત્રીઓને વીજ સલામતી માટેની જાગૃતિ ફેલાવશે.
આ કાર્યક્રમમાં ઓનલાઈન વીજ બીલ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.