સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ દિલાવરસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લાના પ્રમુખ ભલાભાઈ. - At This Time

સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ દિલાવરસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લાના પ્રમુખ ભલાભાઈ.


સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ દિલાવરસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લાના પ્રમુખ ભલાભાઈ ખાંટ , ગુજરાત કિસાન સભાના રાજ્ય મંત્રી પરસોતમ પરમાર , સીઆઇટીયુના પ્રમુખ ડાહ્યાભાઈ જાદવ એક અખબારી યાદીમાં જણાવે છે કે
સાબર ડેરી ખાણદાણના ભાવમાં સતત વધારો કરે છે , પેકિંગના વજનમાં ઘટાડો કરે છે ‌. ગૌ શક્તિ પાવડર માં (બે કિલો પેકિંગ ) માં રૂપિયા ૧૭૫/- નો અધધધ ભાવ વધારો કરેલ છે. પશુપાલકો પાસેથી છ ફેટ નું દૂધ લીટરે રૂ . ૪૫-૮૧ /- ખરીદી , રૂ . ૬૨/- વેચાણ કરે છે . સાબર ડેરી લીટરે રૂ .૧૬-૧૯ નફાખોરી કરે છે . પરિણામે પશુપાલકોને ત્રેવડો માર પડે છે. સાબરડેરી ,દૂધ અને દૂધની બનાવટમાં સતત ભાવ વધારો કરી જનતાનું પણ શોષણ કરી રહી છે .
પશુપાલકો, લોહી પસીનો એક કરી દૂધ ઉત્પાદન કરે છે તેના પર સાબરમતીના વહીવટદારો લખલૂંટ ખર્ચ કરી તાગડધિન્ના કરે છે .
સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા સમિતિ, આજરોજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીના ગેટ સામે દેખાવો - સુત્રોચ્ચાર કરી પશુપાલકોની માગણીઓ અંગે રજીસ્ટ્રાર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું
: માંગણીઓ :
દૂધમાં લીટરે બે રૂપિયા નો કરેલ ભાવ વધારો પાછો ખેંચો .
૨૦૨૦-૨૧ના વાર્ષિક ભાવ ફેરમાં બે ટકા કાપી લીધેલ છે તે પાછા આપો .
દૂધનો મિનિમમ ભાવ લીટરે રૂપિયા ૫૦/- આપો .
સાબર દાણ, મકાઈ ભરડો માં રૂ ૧૦૦/ , ગૌશકિત પાવડર ( ર કી . પેકિગ ) માં રૂ . ૧૭૫/- નો અધધધ ભાવ વધારો કરેલ પાછો ખેંચો .
રજીસ્ટર થયેલ તમામ દૂધ મંડળીઓને સંઘના સભાસદ બનાવો .
ગ્રામ્ય દૂધ મંડળીના કર્મચારીઓને સાબર ડેરીના કર્મચારી ગણી , ધારણ - ઘોરણ મુજબનો પગાર આપો .

દિનેશ પરમાર , ઉપ પ્રમુખ સા.કાં.જિલ્લા કિસાન સભા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.