અરવલ્લીમાં ૧૫ દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન.
અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.
અરવલ્લીમાં મતદાન જાગૃતિ અને કેળવણી અભિયાન અંતર્ગત *ધનસુરા આર્ટ્સ & કોમર્સ કોલેજ* ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો .જેમાં પહેલી વખત મતદાન કરતા 120 વિદ્યાર્થીઓ તેમજ કુલ 150 જેટલા યુવા મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો .આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કાર્યક્રમના નોડલ TPEO ધનસુરા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. જેમાં લોકશાહીમાં મતદાન શા માટે ? ચૂંટણી પ્રક્રિયાની સમજ,વિડિયો નિદર્શન , ક્વિઝ , મતદાન શપથ, સિગ્નેચર કેમ્પેઈન, જેવા વિવિધ કર્યક્રમો કરવામાં આવ્યા ,જેમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી જોડાયા . કાર્યક્રમના અંતે સૌ 100% મતદાનનો સંકલ્પ કર્યો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.