વઢવાણમાં રૂ.61,30,000 ની ધરફોડ ચોરીના ગુનામાં બે ઇસમોને રોકડા રૂપિયા સાથે પકડી પાડયા.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડા રૂ.૩૫,૪૫,૮૮૦ તથા અન્ય મળી કુલ રૂ.૩૬,૦૦,૮૮૦ ના મુદામાલ સાથે બે ઇસમો ઝડપાયા.
શ્રી સંદીપસિંહ સાહેબ પોલીસ મહા નીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા ધરફોડ ચોરી વાહન ચોરી લૂંટ ધાડ સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તથા બનેલ ગુન્હાઓ સત્વરે ડીટેકટ કરવા સારૂ ખાસ એકશન પ્લાન તૈયાર કરી આરોપી મુદામાલ શોધી કાઢવા અંગે એલ.સી.બી.પીઆઈ શ્રી એમ.ડી.ચૌધરી સાહેબને સુચના આપેલ ગઇકાલ તા.03/08/22 ના કલાક.10/30 થી કલાક.15/00 દરમ્યાન ફરીયાદી ફાતીમાબેન ડો/ઓ ઇનાયતભાઇ સરફઅલી લોખંડવાલા જાતે.દાઉદી વોરા , રહે.વઢવાણ કોઠારીયા રોડ , એકતા સોસાયટી વાળાઓ પોતાના પરિવાર સાથે ધરને તાળા મારી મસ્જીદે નમાઝ પઢવા ગયેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ ફરીયાદીના ઘરની દિવાલ ટપી મકાનના પાછળના દરવાજાનુ તાળુ તોડી ગે-કા રૂમમાં પ્રવેશ કરી પેટી પલંગમાં રાખેલ રોકડા રૂ.૬૧,૩૦,૦૦૦ ની ચોરી કરી નાશી ગયેલ હોય જે અંગે વઢવાણ પો.સ્ટે.ગુ.ર.નં -૧૧૨૧૧૦૫૫૨૨૦૨૭૨ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૪૫૪,૩૮૦,૧૧૪ મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ . સદર ગુન્હો આરોપીઓ દ્વારા ધોળા દિવસે આચરી મોટી રકમની ઉઠાંતરી કરેલ હોય જે વણશોધાયેલ ચર્ચાસ્પદ ધરફોડ ચોરીનો ગુન્હો તાત્કાલીક શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપીઓને ઓરીઝનલ મુદામાલ સાથે પકડી પાડવા સારૂ શ્રી સંદીપસિંહ સાહેબ પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબે એલ.સી.બી. પીઆઈ શ્રી એમ.ડી.ચૌધરી સાહેબની આગેવાનીમાં એલ.સી.બી. પો.સબ.ઇન્સ શ્રી વી.આર.જાડેજા તથા એલ.સી.બી સ્ટાફની ટીમ પેરોલ ફર્લો સ્કોડની ટીમ એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી વી.વી.ત્રીવેદી સાહેબની આગેવાનીમાં એસ.ઓ.જી. ટીમ શ્રી એચ.પી.દોશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર ડીવીઝન નાઓની આગેવાનીમાં ડીવીઝન સ્કોડ તથા વઢવાણ પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા આજુબાજુના તથા આરોપીઓ ગુન્હો કરી નાસેલ તે રસ્તાના સી.સી.ટી.વી. કેમેરાના તથા સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટરથી સતત મોનટરીંગ થતા સુરેન્દ્રનગર શહેરના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી રાહદારી માણસોની પુછપરછ કરી અન્ય શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરી અગાઉ આવા પ્રકારના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો ડેટાબેઝ એકત્ર કરી તેઓની હાલની પ્રવૃતિ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ શરૂ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ શોધી કાઢવા ખાસ કવાયત હાથ ધરવામાં આવેલ આ કામે ઉંડાણપુર્વકની તપાસના અંતે ગુન્હાવાળી જગ્યા નજીકથી મળેલ સી.સી.ટી.વી. ફુટેજ તથા કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટરના સી.સી.ટી.વી.કેમેરામાં ઝડપાયેલ ફુટેઝ ફોટોગ્રાફ વાળા શંકાસ્પદ ઇસમો બાબતે હ્યુમન સોર્સથી તપાસ આરંભતા મજકુર ઇસમો (૧) જયંતીભાઇ ધીરૂભાઇ સરવૈયા દેવીપુજક તથા તેનો ભાઇ (ર) વિનોદ ઉર્ફે ઇગુ ધીરૂભાઇ કાળુભાઇ સરવૈયા રહે.બંને વઢવાણ ભોગાવો નદીના કાંઠે મુળ રહે.સુરેન્દ્રનગર દુધરેજ વહાણવટીનગર ઝુંપડામાં વાળા હોવાનુ અને તેઓએ ઉપયોગ કરેલ મો.સા.હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો નં-જીજે-૨૩ - બીબી -૮૬૦૧ વાળુ હોવાનું સ્પષ્ટ થતા તે દિશામાં તપાસ હાથ ધરી મજકુર આરોપીઓના રહેણાંક ઝુપડે તપાસ કરતા મજકુર ઇસમો મળી આવેલ નહી આ કામે મજકુર બંને ઇસમો ગુન્હો કર્યા બાદ છુપાતા ફરતા હોય જેથી બંને ઇસમોને શોધી કાઢવા અંગે ખાસ મુહિમ હાથ ધરી તેઓના મળી આવવાના સંભવિત સ્થાનોએ તપાસ હાથ ધરી , તેઓ બંનેના સગાવ્હાલા તથા મિત્ર વર્તુળની માહીતી એકત્ર કરવામાં આવેલ તેમજ તપાસ દરમ્યાન ટેકનીકલ સોર્સિસથી મળેલ હકીકત આધારે આરોપી જયંતીભાઇ 5/0 ધીરૂભાઇ કાળુભાઇ સરવૈયા જાતે દેવીપુજક ઉવ.૨૨ રહે વઢવાણ ભોગાવો નદીના કાંઠે બારી સામે ઝુપડામાં તા.વઢવાણ મુળ રહે.સુરેન્દ્રનગર દુધરેજ , વહાણવટીનગર ઝુંપડામાં વાળાને સુરેન્દ્રનગર કેમ્પ સ્ટેશન પાસે બાવળોની ઝાડીમાંથી શોધી કાઢી તેની પુછપરછ કરતા સદર ગુન્હો પોતે પાતાના ભાઇ વિનોદ ઉર્ફે ઇગુ ધીરૂભાઇ સાથે મળી આચરેલ હોવાની તથા વીનોદ ઉર્ફે ઇગુ ભાવનગર જતો રહેલ હોવાની હકીકત જણાવતા એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલીક ભાવનગર મુકામે તપાસ અર્થે રવાના કરેલ જે ટીમ દ્વારા આરોપી વિનોદ ઉર્ફે ઇગુ ધીરૂભાઇ કાળુભાઇ સરવૈયા દેવીપુજક ઉવ.૨૦ રહે.બંને વઢવાણ ભોગાવો નદીના કાંઠે બારી સામે ઝુપડામાં તા.વઢવાણ વાળાને ભાવનગર શિહોર રોડ ગુંદાળા વિસ્તારમાંથી શોધી કાઢી બંને ઇસમોને વઢવાણ ખાતે લાવવામાં આવેલ છે.મજકુર બંને ઇસમોને અટકાયતમાં લઇ કોવીડ ૧૯ લગત તપાસણી કરાવવા તથા મુદામાલ કબ્જે કરવા અંગેની કાર્યવાહી શરૂમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.