હિંમતનગર શહેરમા પોસ્ટઓફિસથી ટાઉનહોલ સુધી સ્ટ્રીટલાઈટો બંધ જોવા મળી - At This Time

હિંમતનગર શહેરમા પોસ્ટઓફિસથી ટાઉનહોલ સુધી સ્ટ્રીટલાઈટો બંધ જોવા મળી


હિંમતનગર શહેરના  પોસ્ટઓફિસથી નલીનકાંત ગાંધી ટાઉનહોલ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધકાર છવાઈ ગયું છે. પોસ્ટ ઓફિસ પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઈને મોટી સંખ્યામાં મુસાફરો ઉભા રહે છે. ત્યારે અંધારામાં અકસ્માત સર્જાવાની મોટી શક્યતાઓ રહેલી છે. ત્યારે તંત્રે સ્ટ્રીટ લાઈટો કયા કારણોસર શરૂ નથી કરી કે પછી કોઈ ખામી સર્જવાના કારણે બંધ છે કે કેમ તે અંગે તપાસ કરી સત્વરે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી  રહી છે. જો અંધારામાં કોઈ વાહન ચાલકને પીક અપ સ્ટેન્ડ પર પર ઉભા રહેલા પેસેન્જર ન દેખાય તો હિટ એન્ડ રનની ઘટના પણ સર્જાય તેમ છે . સત્વરે સ્ટ્રીટલાઇટો ચાલુ કરવા માંગ ઉઠી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.