વડોદરા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો ડભોઇ તાલુકાનાં શીતપુર પાસે દરોડો - At This Time

વડોદરા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો ડભોઇ તાલુકાનાં શીતપુર પાસે દરોડો


ગેરકાયદે રેતી ઉલેચતા લાખો રૂપિયાની કિંમતના વાહનો સીઝ કરાયાં

ડભોઈ તાલુકાનાં ઓરસંગ નદીનાં કિનારે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી રહી છે. જેથી છેલ્લા ઘણા સમયથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા ઉંડાણપૂર્વક તપાસ કરી હવે કડક કાર્યવાહી કરવાની શરૂ દીધી હતી. જેને પગલે ગેરકાયદે રેતી ઉલેચી તગડા થઈ ગયેલાં આવા ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાઈ ગયો હતો.

શીતપુર પાસે ખાણ ખનીજ વિભાગનો દરોડો

ડભોઇ તાલુકાના સીતપુર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગના વડોદરા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં આજે ભારે સપાટો બોલાવી શીતપુર પાસેના નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચી રહેલાં લાખો રૂપિયાનાં સાધનોને સીઝ કરી કડક કાનૂની કાર્યવાહી કરી હતી.

અધિકારીઓ વારંવાર દરોડા પાડે છે છતાં યથાવત પરિસ્થિતિ

દિવસે ને દિવસે નદીના પટમાંથી રેતીનું ખનન થતું હોવાને કારણે નદીના પટમાં પાણીનાં સ્તર ઉંડા જતા રહેતા હોય છે. એટલું જ નહીં ગેરકાયદે ખનનના કારણે સરકારને અને આસપાસનાં ખેડૂતોને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. અધિકારીઓ દ્વારા વારંવાર રેઈડ કરવામાં આવે છે, છતાં આ ભૂમાફિયાઓ શામ, દામ, દંડ, ભેદની નીતિમાં પાવરધા થઈ ગયેલ છે. આ ગામનાં કેટલાક તત્વો તો સરકારી તંત્રનાં ખબરી બની ગયેલ છે માટે તેમને પાછલી બારીએ ટેકો મળી રહેતો હોય છે, જે કારણોસર તેમની જીગર ખૂલી જવા પામી છે. પરિણામે દરોડા પછી થોડાક સમયમાં જ યથાવત પરિસ્થિતિ થઈ જતી હોય છે. જો ખરેખર આવા માફિયાઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તો તંત્રએ વારંવાર રેઈડ કરવાનો વારો આવે નહીં. માત્ર રેઈડ કરી ચોપડા ઉપર કામગીરી બતાવી સંતોષ માની લેવાતો હોવાની ચર્ચાઓ ઉભી થવા પામી છે.

વડોદરાના ભૂસ્તરશાસ્ત્રીની સીધી સૂચનાથી પગલાં ભરાયાં

આજરોજ વડોદરા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ શીતપુર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનનને ઝડપી પાડવામાં આવ્યું હતું. શીતપુર ગામ પાસેથી રેતી ખનન કરતી બે ટ્રક અને એક મશીન (હિટાચી ) ઝડપી પડાયું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૫લાખ ઉપરાંત છે. ખાણ ખનીજ ખાતા દ્વારા આજે આકસ્મિત રેડ પાડી હતી, જે લીઝ વિસ્તારની બહાર ચાલી રહેલાં રેતી ખનન કરી આચરવામાં આવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાથેની ટીમ દ્વારા આ રેઈડ કરીને સીઝ કરેલાં વાહનોને ફરતીકુઈ ખાતે મૂકવામાં આવ્યાં છે.

9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.