રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી. - At This Time

રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી.


રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ડિસેમ્બર-૨૦૨૪ના માસમાં વિવિધ ૭ દેશના કુલ ૪૯ વિદેશી મુલાકાતીઓ સહિત ૪૭૭૮ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૪ સ્કુલના ૧૨૬૭ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ-૩,૨૯,૫૭૮ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ૨૧ ડિસેમ્બરનાં દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા “વર્લ્ડ મેડીટેશન ડે” જાહેર કરાતા રાજકોટ મહાનગરપાલિકા અને ધી આર્ટ ઓફ લિવીંગ દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મેડીટેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.