બોટાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોવાથી સખત સુચના આપવામાં આવેલ.
આજરોજ તા.૧૫/૧૦/૨૦૨૨નાં *એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને બાતમીરાહે હકિકત મળી આવેલ કે,* બોટાદ પોલીસ સ્ટેશનના પ્રોહી.ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૨૦૮૫૩/૨૦૨૨ પ્રોહી.એક્ટ કલમઃ- ૬૫ એ,એ, ૧૧૬ બી, ૮૧ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી મિલનભાઇ ધનજીભાઇ રાઠોડ રહે.રાજપરા તા.શિહોર જી.ભાવનગરવાળો હાલ-વલ્લભીપરુ બસ સ્ટેન્ડમાં હાજર છે.જે બહારગામ જવાની તૈયારીમાં છે. જે બાતમી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફે વલ્લભીપુર ખાતે જઇ તપાસ કરતાં *નાસતાં-ફરતાં આરોપી મિલનભાઇ ધનજીભાઇ રાઠોડ ઉ.વ.૩૧ રહે.રાજપરા તા.શિહોર જી.ભાવનગર*વાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ તથા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા,જયદાનભાઇ લાંગાવદરા,બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા વગેરે જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલાં શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.