સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની કરાઈ આંતરિક બદલી.
તા.07/09/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોલીસ તંત્રની બદલી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પ્રશાસન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા બદલીઓનો દોર યથાવત કરી નાખવામાં આવ્યો છે. એક જ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની આંતરિક બદલીઓ કરી નાખવામાં આવી છે. અને અલગ અલગ જગ્યાઓ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. લાંબાગાળા બાદ બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અને કર્મચારીઓ બદલીઓની માંગ કરી રહ્યા હતા. અંતે વિધાનસભાની ચૂંટણી આવતા જ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા બદલીનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 103 જેટલા કર્મચારીઓની બદલી કરી નાંખવામાં આવી છે. આ બદલીમાં 12 જેટલા તલાટીઓ, 45 જેટલા નાયબ મામલતદાર, 46 જેટલા ક્લાર્કની પ્રથમ તબક્કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બદલી કરી નાખવામાં આવી છે. અને તાત્કાલિક ધોરણે હાજર થવાની સૂચના પણ જિલ્લા કલેકટર દ્વારા બદલી થયેલા અધિકારીઓને કર્મચારીઓને આપવામાં આવેલી છે.લાંબા વિરામ બાદ એક સાથે જિલ્લા કલેકટર કચેરી મામલતદાર ઓફિસ અને ક્લાર્ક તરીકે અલગ અલગ કચેરીઓમાં ફરજ બજાવતા 103 જેટલા કર્મચારીઓની બદલીઓ કરી નાખવામાં આવતા કામગીરી અંગે પણ નવા આવનારા અધિકારીઓને તકલીફ ઊભી થશે તે પણ ચોક્કસ વાત છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કર્મચારીઓની ઘટ તો યથાવત જ છે. ત્યારે ચૂંટણી નજીક આવતા પ્રશાસન વિભાગ દ્વારા નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની બદલી કરી નાખવામાં આવી છે. અને ચૂંટણી કામગીરી માટે ક્લાર્ક અને નાયબ મામલતદાર થઈ કુલ 29 જેટલા કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ચૂંટણી કામ અર્થે મુકેલા આ કર્મચારીઓ ખાસ ચૂંટણી અંતર્ગત કામગીરી કરશે. ત્યારે તેમની ખાલી પડેલી જગ્યાઓમાં અન્ય અધિકારીને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. જેને લઇને અન્ય અધિકારી કે જેને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેની કામગીરીમાં વધારો થશે અને ફરી સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં ઇન્ચાર્જ રાજ યથાવત થશે. અને કામગીરી પણ વધતા જાહેર જનતાના જે કામો છે, તેને લઈને ધક્કાઓ ખાવા પડશે તે વાત પણ ચર્ચામાં આવી છે તેવા સંજોગોમાં અલગ અલગ સ્થળો ઉપર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મૂકવામાં આવેલા અધિકારીઓની ખાલી પડેલી જગ્યામાં ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક આપી દેવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા જિલ્લાના 103 જેટલા અધિકારીઓને કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. ત્યારે અન્ય જિલ્લામાંથી સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ દ્વારા જિલ્લા ટ્રાન્સફર માંગવામાં આવ્યું હતુ. પરંતુ વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અને કામગીરી ત્વરિત થાય અને ઝડપી થાય તે માટે હાલના તબક્કામાં ફક્ત આંતરિક બદલી કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા જિલ્લા ટ્રાન્સફર માંગવામાં આવ્યું હતુ, તેમ છતાં પણ હજુ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવ્યું નથી. વિધાનસભાની ચૂંટણી બાદ જ જિલ્લા ટ્રાન્સફર આપવામાં આવશે, તે વાત નક્કી છે. પરંતુ હાલના તબક્કામાં બદલીઓ થયા બાદ જિલ્લા ટ્રાન્સફર માંગનારા અધિકારીઓ અને કર્મચારીઓને પણ તાત્કાલિક હાજર થવા અંગેની સૂચના જિલ્લા કલેકટરે આપી છે.સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા બદલીઓ દોર યથાવત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં જિલ્લાના 103 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે. અને ચૂંટણી કામ અર્થે પણ 29 જેટલા કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ વિધાનસભાની ચૂંટણીમાં કામગીરી અર્થે કર્મચારીઓને અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે. ત્યારે હજુ પણ વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લાના મામલતદાર અને ઉચ્ચતર કક્ષાના અધિકારીઓની બદલી કરી અને વિધાનસભાની કામગીરી હેઠળ મૂકવામાં આવશે, તેવી પણ ચર્ચા એ જોર પકડ્યું છે. હજી બીજા તબક્કાની બદલી બાકી છે. ત્યારે હજુ પણ અનેક કર્મચારીઓને અધિકારીઓની બદલી બીજા તબક્કામાં થઈ શકે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા વિધાનસભાની કામગીરી પ્રશાસન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને બદલીઓનો દોર અને કર્મચારીઓને પણ કામે લગાવવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.