શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ બદલ રાજુભાઈ મકવાણા ની મોરારીબાપુ ના વરદહસ્તે સન્માન
શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ બદલ રાજુભાઈ મકવાણા ની મોરારીબાપુ ના વરદહસ્તે સન્માન
ભાવનગર શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવૃત્તિ અંતગર્ત નગરપાલિકાની શાળાઓમાં તથા ભાલ પંથક નાં ગામમાં બાળકોની આરોગ્ય તપાસ નું સંકલન કરનાર શ્રી રાજુભાઈ મકવાણા નું પૂજ્ય મોરારિબાપુ ના વરદ હસ્તે અભિવાદન થયું...
શિશુવિહાર સંસ્થા માં છેલ્લા ૯ વર્ષ થી નિવાસી કાર્યકર તરીકે કાર્યરત શ્રી રાજુભાઈ મકવાણા ભાવનગર મહાનગરપાલિકા તેમજ સંસ્થા ની નિરમા અને એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ ની સી. એસ.આર પ્રવૃત્તિ ના સંકલન માં સેવા આપે છે...
વર્ષ ૨૦૨૩ માં શિક્ષણ સમિતિ સંચાલિત ૫૫ શાળા ઓમાં ૬૬૦૦ બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત બાળકોના આંખ ના નંબર ની અને લોહી માં હિમોગ્લોબીન તપાસ માટે ૫૫ શિબિરો યોજી ઉમદા સેવા આપી છે..સવિશેષ ૨૪ ગ્રામ્ય શાળાઓમાં આરોગ્ય શિબિર થકી ૪૫૦૦ બાળકોને ડિઝાસ્ટર તાલીમ આપી છે.
માતા અથવા પિતા ની ગેરહાજરી માં બાળકો શિક્ષણ ની મુખ્ય ધારા માંથી બહાર ન આવે તે માટે ના શિશુવિહાર ના સતત ૧૩ માં વર્ષ ના પ્રયત્નો અંતગર્ત ૧૭૦૦ બાળકો ને સ્કૂલ કીટ નું વિતરણ શ્રી રાજુભાઈ મકવાણા ના આયોજન થી થયું છે..
શિશુવિહાર સેવાકીય પ્રવૃત્તિ ઓ સાથે સુયોજન કરી વર્ષ ૨૦૨૩ માં વિદ્યાર્થીઓને લાભાન્વિત કરનાર શ્રી રાજુભાઈ મકવાણા નું વિશ્વ વંદનીય પૂજ્યશ્રી મુરારી બાપુના વરદ હસ્તે અભિવાદન પ્રેરણાદાઈ રહ્યું....
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.