હોલિકા દહનમાં પ્રથમવાર વરસાદનું વિઘ્ન, આજે પણ 8.23થી 10 હોળી પ્રગટાવી શકાશે
રાજકોટમાં રવિવાર બાદ સોમવારે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સાંજે 6.00 કલાકે વાતાવરણ પલટાયું હતું અને ભારે ગાજવીજ, પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જે રાત્રે 10.00 કલાક સુધી ચાલુ રહ્યો હતો. સતત વરસાદ ચાલુ રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ મોટાભાગના સ્થળે હોળીના આયોજન રદ થયા હતા. હોળીને તાલપત્રી અને પ્લાસ્ટિકની મદદથી ઢાંકવા પડી હતી. રાત્રે 9.00 સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 7 મીમી, વેસ્ટ ઝોનમાં 4 મીમી અને ઈસ્ટ ઝોનમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે સાથે ગાજવીજ રહેતા લોકોમાં આર્શ્ચય ફેલાયું હતું.
સોમવારે વરસાદને કારણે જ્યાં હોલિકા દહન નથી કરી શકાયું ત્યાં આજે (મંગળવારે) રાત્રે 8:23થી 10:00 દરમિયાન હોળી પ્રાગટ્ય કરી શકાશે.રાજકોટમાં પવન અને વરસાદ વચ્ચે 33 ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.