સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ની એનએસએસ વાર્ષિક શિબિર નો પ્રારંભ - At This Time

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ની એનએસએસ વાર્ષિક શિબિર નો પ્રારંભ


ગોધરા
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગની ખાસ વાર્ષિક શિબિરનું વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળા ગોધરા ખાતે જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરાના પૂર્વ પ્રમુખ અને શ્રી ગોધરા તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ ગોધરાના સેક્રેટરી કુ. કામિનીબેન ગોપાલસિંહજી સોલંકી ની અધ્યક્ષતામાં પ્રારંભ થયેલ છે. તારીખ 3 થી 9 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા આ કેમ્પમાં " નેશન ફર્સ્ટ "ની થીમ રાખવામાં આવેલ છે જેમાં ડિજિટલ ટ્રાન્જેક્શન, આધાર કાર્ડ અપડેટ, ઇ- શ્રમ કાર્ડ ,ગ્રામ્યજનો સાથે મુલાકાત, વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત, રક્તદાન કેમ્પ ,યોગ અને મેડીટેશન, હાસ્ય કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન, પ્રૌઢ શિક્ષણ એટલે કે નિરક્ષરો ને સાક્ષર કરવા, થેલેસેમિયા અવેરનેસ ,એચઆઈવી એઇડ્સ અવેરનેસ સહિતના વિવિધ કાર્યક્રમો તેમજ દરરોજ બૌદ્ધિક વ્યાખ્યાન અને મનોરંજન કાર્યક્રમ યોજાનાર છે .
આ કેમ્પમાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે .આ પ્રસંગે ગોધરાના સામાજિક કાર્યકર અને 149 વખત રક્તદાન કરનાર હોતચંદભાઈ ધમવાણી અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
યુવાનોને સંબોધતા કુ. કામિની બેને મા - બાપ વિશે ચર્ચા કરતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મા બાપ એ આ પૃથ્વી પરના ભગવાન છે તેવું પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું સાથે સાથે મોબાઇલના યુગમાં મોબાઇલની સાથે રહીને મોબાઈલ નો કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો તે અંગેની જાણકારી આપી હતી.
એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ તમામ મહાનુભાવોનો હૃદયના ઉમળકા થી સ્વાગત કરી આવકાર પ્રવચન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન એસ એસ લીડર કુ.હર્ષિતા ખીમાણી અને ભવ્ય દેવડાએ કર્યું હતું. આભાર વિધિ કુ .સંજના વાઘેલાએ કરી હતી.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.