ટીટોડીએ ઈંડા મૂકી દીધાઃ જેના પરથી આ વર્ષે કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન લગાવાયું - At This Time

ટીટોડીએ ઈંડા મૂકી દીધાઃ જેના પરથી આ વર્ષે કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન લગાવાયું


ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટા સમાચાર આવ્યા છે. ટીટોડીએ ગુજરાતમાં વહેલા વરસાદના સંકેત આપ્યા છે. ટીટોડીએ પહેલીવાર ઊંધા ઈંડા મૂક્યા, ચાર ઈંડા પરથી કરાઈ ચોમાસાની આગાહી
ટીટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામે ઈંડા મૂક્યા છે. આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024 માં વરસાદનુ પ્રમાણ વધારે રહેશે તેવો વરતારો કરાયો છે. સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઈંડા મુકતી હોય છે પરંતુ આ વખતે ટીટોડીએ ચાર ઈંડા મુકતા ચાર મહિના સારા વરસાદનું અનુમાન છે. એવું માનવામાં આવે છે કે, ટીટોડી ચાર ઈંડા મુકે તો સારો વરસાદ થાય. જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મુકે તો વ્યાપક વરસાદ અને વહેલા મુકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. આમ, આ ચોમાસામાં વરસાદ સારો રહેવાના. સંકેત છે.આશ્ચર્યમાં મૂકાયા છે. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યાનુસાર ટીટોડીએ ઇંડા વહેલાં મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઉચે ઇંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઇંડાને સેવી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કૂતુહલવશ ટીટોડી અને તેના ઇંડાને જોવા આવે છે.
ટેકનોલોજીમાં પણ ટીટોડી પર ભરોસો
ટીટોડી ઇંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઉચાઈ ઉપર ઈંડા તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઉંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે વૈશાખને બદલે ફાગણમાં ઈંડા મૂક્યા હતા
વૈશાખને બદલે ફાગણમાં ઈંડા મૂક્યા
વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ સર્જાયું હતું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.