વન પંડિત હજારો વિદ્યાર્થી ઓના રાહબર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ડો નિખિલ દેસાઈ નું દેહાંવસાન સેંકડો વિદ્યાર્થી ઓમાં શૂન્ય અવકાશ સર્જાયું છે (ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી)
વન પંડિત હજારો વિદ્યાર્થી ઓના રાહબર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ડો નિખિલ દેસાઈ નું દેહાંવસાન
સેંકડો વિદ્યાર્થી ઓમાં શૂન્ય અવકાશ સર્જાયું છે (ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી)
વડોદરા વનપંડિતનું બિરુદ પામેલા જીઇબી હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્યશ્રી ડો. નિખિલ દેસાઈનું અવસાન તારીખ ૨૮/૧૦ ૨૦૨૩ ના રોજ થયું છે. તેમના પુત્ર કેનેડા હોવાથી તેમના આવ્યા પછી તા.૩૧/૧૦/૨૩ મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ડોક્ટર નિખિલ દેસાઈ શિક્ષણ ક્ષેત્રે મોટું પ્રદાન ધરાવતા હતા સાથે સાથે તેમની બહુમુખી પ્રતિભા પ્રકૃતિ પ્રેમ તથા શિક્ષણ ક્ષેત્રે આપેલા પ્રદાન ને કારણે તેઓ ખૂબ મોટો ચાહકવર્ગ ધરાવતા હતા. તેમના પ્રેરક વ્યક્તિત્વની મોટા માનવ સમુદાયને ખોટ પડી છે. તેમના ચાહક વર્ગમાં આઘાતની લાગણી ફેલાઈ છે.વડોદરા ના મહાત્મા વંન પંડિત નું બિરુદ પામેલ ડૉ.નિખીલભાઈ દેસાઈ નું ૭૬ વર્ષ ની ઉંમરે સમાધિમરણ થયેલ છે.તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય બેસ્ટ શિક્ષક એવોર્ડ વિજેતા અને વિદ્યુત બોર્ડ વિદ્યાલય ના પૂર્વ આચાર્ય હતા.કેલનપુરમા પણ ઘણી સેવા આપી છે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી અરીહંત પરમાત્મા, વાત્સલ્યમૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન અને સર્વે શાસન રક્ષક દેવ-દેવીઓને અંતરથી પ્રાર્થના કરીએ કે મહાત્મા ડૉ. નિખીલભાઈ નો પ્રતિષ્ઠિત આત્મા જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરે અને તેમની યાત્રા ફ્કત મોક્ષાનુગામી જ બની રહે. એ પ્રાર્થના કે જે આત્યંતિક સફળ થાઓ... સફળ થાઓ... સફળ થાઓ સર્વે આપ્તપુત્રો તથા સર્વે મહાત્માઓની અંતરથી પ્રાર્થના સાથે પુષ્પાજંલી આપી હતી સેંકડો વિદ્યાર્થી ઓને શિક્ષણ ક્ષેત્રે અજ્ઞાત મદદ કરી યોગ્ય સ્થાને પહોંચાડવા નું અભૂતપૂર્વ યોગદાન આપનાર ડો નિખિલ દેસાઈ સદેહ ભલે આપણી વચ્ચે નથી પણ જન માનસ માં યુગોયુગાંતર જીવંત રહે તેવા તેમના સ્તકર્મો જ તેમને અમર બનાવી દેતું હોય છે તેમ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું સેંકડો વિદ્યાર્થી ઓમાં શૂન્ય અવકાશ સર્જાયું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.