સાણંદમાં ભારતમાતા મંદિર સંસ્થા દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સંસ્કાર યોજાયા - At This Time

સાણંદમાં ભારતમાતા મંદિર સંસ્થા દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સંસ્કાર યોજાયા


અમદાવાદમાં સાણંદ શહેરના એકલિંગજી રોડ ઉપર આવેલા કે.ડી ફાર્મ ખાતે ભારતમાતા મંદિર સાણંદ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન સંસ્કાર યોજાયા.
જેમાં સર્વજ્ઞાતિના 15 નવદંપતિઓ ગાયત્રી પરિવારની હિન્દૂ સંસ્કૃતિના વેદ મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના સુત્રે જોડાયા હતા તેમજ ભવ્ય તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તુલસી વિવાહમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી ભગવાનને તેડાવવામાં આવ્યા હતા જેમાં ભગવાનની જાન લઈને ભરતભાઈ પટેલ યજમાન બનીને ઘરેથી વાજતે ગાજતે લાવ્યા હતા અને કૌશિકભાઈ પટેલ તુલસીમાતાના યજમાન બનીને તુલસીમાતાને લાવ્યા હતા અને રંગેચંગે આંનદ ઉલલ્લાસ સાથે તુલસીવિવાહની ઉજવણી કરાઈ હતી સાથે નવ બાલિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
તેમજ વિશ્વકર્મા જયંતિનો શુભ દિવસ હોવાથી અયોધ્યા શ્રી રામ મંદિરનો ધ્વજદંડ જેમને બનાવ્યો હતો એવા ભરતભાઈ મેવાડાને શંખનાદ બ્રહ્મનાદ સાથે જય શ્રી રામના નારા લગાવી ભગવો ધ્વજ લહેરાવીને વિશ્વકર્મા હુન્નર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમૂહ લગ્નની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતમાતાનું પૂજન કરીને કરવામાં આવી હતી તેમજ અંતમાં નવયુગલોને અશ્રુભીની આંખો સાથે વિદાય આપવામાં આવી હતી.
સમૂહ લગ્નની સહ વિશેષતામાં મુખ્ય પ્રવેશદ્વારનું નામ વિશ્વકર્મા દાદા દ્વાર,લગ્ન સંસ્કાર શાળાનું નામ યુગઋષિ શ્રી રામશર્મા આચાર્યજી લગ્ન સંસ્કાર શાળા,ભોજનશાળાનું નામ શ્રી રામકૃષ્ણ પરમહંસ ભોજનશાળા રાખવામાં આવ્યું હતું સાથે સાહિત્ય સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો.
આ સમૂહ લગ્નમાં સાણંદ શહેર અને તાલુકાના સામાજિક રાજકીય આગેવાનો સાથે સંતો મહંતો નવયુગલોને આશીર્વાદ આપવા પધાર્યા હતા.
આ સમગ્ર સમૂહ લગ્ન સંસ્કારના આયોજનમાં ભારતમાતા મંદિર સંસ્થાના લોકોએ પરિવાર સાથે ખડે પગે ઉભા રહીને પાયાની ભૂમિકા ભજવી હતી.

..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ...


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.