મોડાસા તાલુકાના મેઢાસણ થી બોડી ગામ જતો રસ્તો ધોવાયો.
પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મેઢાસણથી બોડી 10 થી 15 ગામને જોડતા રસ્તા પર મસમોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો પરેશાન. જાણવા મળેલી માહિતી મુજબ આજુબાજુ આવેલ ખેતરોના માલિકોએ પાણી પ્રવાહને રસ્તા પર જાય તેવો નિકાલ કરેલ છે જેના લીધે રસ્તો અડધો તૂટી ગયો છે. રસ્તા પર મોટા મોટા ખાડા તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો મોટી હોનારત સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકો, મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસતા વરસાદમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ અને ઈમરજન્સીમાં બીમાર થાયતો કેવી રીતે જાય?? ત્યારે 15 એક ગામોને જોડાતો રસ્તો યુદ્ધના ધોરણે પેવરિંગ કરી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવી તેવી આ પંથકની જનતાની ઉગ્ર માગ ઉઠવા પામી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.