ગાંજાનો જથ્‍થો ગ્રાહકોને આપે તે પહેલા પોલીસે બે શખ્‍સોને ઝડપી લીધા - At This Time

ગાંજાનો જથ્‍થો ગ્રાહકોને આપે તે પહેલા પોલીસે બે શખ્‍સોને ઝડપી લીધા


૮૦ ફુટ રોડ પર ગાંજાના જથ્‍થો ભરેલી એક રીક્ષા પસાર થઇ હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. એમ.એમ.સરવૈયા, તથા પી.એસ.આઇ એચ.એન. રાયજાદા સહિતના સ્‍ટાફે પટેલનગર શેરી નં. ૬ના ખુણા પાસેથી પસાર થયેલી જીજે-૩-બીયુ-૨૫૦૦ નંબરની રીક્ષાને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૩,૪૦,૭૫૦ ની કિંમતનો ૩૪.૦૭૫ કિલોગ્રામ ગાંજાનો જથ્‍થો મળી આવતા રીક્ષાચાલક શહરૂખ રહીમભાઇ મકવાણા (ઉવ.૨૯) (રહે. કોઠારિયા મેઇન રોડ વિનોદનગર કવાર્ટર બ્‍લોક નં. ૬, કવાર્ટર નં. ૨૦૪૭) અને મુળ રાજસ્‍થાન બીજલોર હાલ રણુજામંદિર પાછળ શીવધામ સોસાયટી શેરી નં. ૨માં રહેતો પુરણનાથ ભગવાનનાથ ગૌસ્‍વામી (ઉવ.૨૭)ને પકડી લીધા હતા. પોલીસે મોબાઇલ, રીક્ષા અને ગાંજાનો જથ્‍થો મળી રૂા. ૩,૯૭,૩૩૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં બંને શખ્‍સો કચ્‍છના સામખીયાળી જઇ ત્‍યાંથી ગાંજો લઇ આવક્ષ્યાની કબુલાત આપી હતી અને તેમાં રાજસ્‍થાનના બાલોતરાના મહેન્‍દરસિંહ રાજપુરોહીત, જંગલેશ્વર હુશેની ચોકમાં રહેતી નામચીન રમા ઉર્ફે રહેમત જાવીદભાઇ જુણેજા તથા તેનો સાગરીત યુસુફ તથા ઉપલેટાના અકબર બાપુનુ નામ ખુલતા પોલીસે ચારેયની શોધખોળ હાથ ધરી છે. ગાંજાનો જથ્‍થો રાજકોટમાં કોને આપવાનો હતો. તે મામલે પોલીસે પુરણનાથ અને શાહરૂખના રીમાન્‍ડની તજવીજ હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.