બાબરામાં મામલતદાર સિવાય તમામ કચેરીના કર્મચારીઓ માસ સીએલ પર - At This Time

બાબરામાં મામલતદાર સિવાય તમામ કચેરીના કર્મચારીઓ માસ સીએલ પર


બાબરામાં મામલતદાર સિવાય તમામ કચેરીના કર્મચારીઓ માસ સીએલ પર
તમામ ટેબલો અને ખુરશી ખાલીખમ હોય અરજદારોને ધરમ ધક્કો હાલમાં રાજયભરમા જુદાજુદા સરકારી વિભાગોના કર્મચારીઓ આંદોલનના મુડમા છે. મામલતદાર કચેરી સાથે સંકળાયેલા જુદાજુદા યુનિયનોએ પણ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હોય આજે અહીની મામલતદાર કચેરીમા એક માત્ર મામલતદાર ફરજ પર હાજર હતા. બાકીના તમામ કર્મચારીઓ માસ સીએલ પર હતા. અહી ગ્રામ્ય વિસ્તારમાથી મોટી સંખ્યામા અરજદારો કામ સબબ આવ્યા હતા. પરંતુ તે લોકોને ધક્કો થયો હતો. કારણ કે મામલતદાર ઓફિસની દરેક શાખામા દરેક ટેબલ કર્મચારીઓ વગર ખાલીખમ હતા. અહી ફરજ બજાવતા કારકુન, રેવન્યુ તલાટી ઉપરાંત પટાવાળા તથા કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કર્મચારીઓ આજે માસ સીએલ પર હતા. જેથી ઓફિસમા ફરજ પર આવ્યા ન હતા. મહેસુલ શાખા, ચુંટણી શાખા, ઇ-ધરા, સર્કલ, પુરવઠા વિગેરે શાખામા કર્મચારીઓ ન હોવા ઉપરાંત જનસેવાકેન્દ્રમા પણ કોઇ હાજર ન હતુ. જેના કારણે એકમાત્ર મામલતદારે પોતાની ફરજ બજાવી હતી આજ રોજ કર્મચારીઓએ આ અંગે કચેરીમા જાહેર બોર્ડ પણ મુકયુ હતુ. લાઠીમાં પણ કર્મીઓ ઉપવાસ આંદોલન પર બેસી ગયા લાઠીમા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, તાલુકા પંચાયતમા ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મીઓ આજે પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. અહી ઓપરેટરો, ડ્રાઇવર, પટાવાળા, સફાઇ કર્મચારીઓ પણ હડતાલમા જોડાયા હતા.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.