બાયડ પો.સ્ટે વિસ્તારમાથી ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૩૧૧ કિ.રૂ.૬૭,૧૦૦/- પ્રોહી મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી.
શ્રી, કે.ડી.ગોહીલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.મોડાસા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી/વેચાણ કરતા ઇસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી.જે અન્વયે એલ.સી.બી.સ્ટાફના માણસો બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા મોજે બાયડ જુના બસ સ્ટેન્ડ પાસે રહેતો કાર્તિકભાઇ અરજણભાઇ ઉર્ફે અકો સલાટ(મારવાડી)નાનો પોતાના કબ્જા ભોગવટાના જુના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનો વેપાર કરે છે. તેવી બાતમી હકીકત આધારે સદરી આરોપીના ઘરે જતાં સદરીનુ ઘર ખુલ્લુ પાકુ ધાબાવાળુ હોઇ જે ઘરે તેમજ આજુબાજુ તપાસ કરતાં કોઇ હાજર મળી આવેલ નહી જેથી સદરીના ઘરમાં પથમ ખંડમાં ખુણામાં જોતા ઇગ્લીંશ દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટીઓ તથા છુટી બોટલો ભરેલ હતી જે ઇગ્લીંશ દારૂની પેટીઓ તથા છુટી બોટલો સદરી આરોપીએ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે રાખેલ હોઇ અને સદરીના ઘરમાંથી મળી આવેલ અલગ અલગ બ્રાંન્ડની ઇગ્લીંશ દારૂની પેટીઓ તથા છુટી બોટલો નંગ-૩૧૧ કિ.રૂ.૬૭,૧૦૦/-પ્રોહી મુદ્દામા કબ્જે કરી જે અંગે બાયડ પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ- ૩૧૧ ની કિ.રૂ.૬૭,૧૦૦/-
વોન્ટેડ આરોપીઓ:-
(૧) કાર્તિકભાઇ અરજણભાઇ ઉર્ફે અકો સલાટ(મારવાડી) રહે.બાયડ તા.બાયડ જી.અરવલ્લી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.