બરવાળા પ્રાંત અધિકારીએ રાણપુર બરવાળા હાઇવે પરથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કપચી ભરેલું ડમ્પર ઝડપી વધુ તપાસ હાથ ધરી - At This Time

બરવાળા પ્રાંત અધિકારીએ રાણપુર બરવાળા હાઇવે પરથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કપચી ભરેલું ડમ્પર ઝડપી વધુ તપાસ હાથ ધરી


રાણપુર શહેરના બરવાળા હાઈવે રોડ પરથી બરવાળા પ્લાન્ટ અધિકારીએ એક નંબર પ્લેટ વગરનું કપચી ભરેલું ડમ્પર પકડ્યું હતું. ત્યારબાદ ડમ્પર ના ચાલકની પૂછપરછ કરતા શંકાસ્પદ લાગતા વધુ તપાસ રાણપુર પોલીસે હાથ ધરી હતી બોટાદ જિલ્લાનો રાણપુર તાલુકો ખનીજનો ભંડાર છે રાણપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક અને કાયદાના દર વગર સરકારના ટેક્સની ચોરી કરીને રાત દિવસ ખનીજ ચોરી થઈ રહી છે તંત્ર દ્વારા પણ રાણપુરમાં અનેક વાળો રેડો કરીને કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ રહી છે પરંતુ ખનીજ ચોરોમાં જરાકેય કાયદાનો દર નથી અને બેરોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે બરવાળા પ્રાંત અધિકારીએ એક શંકાસ્પદ કપચી ભરેલું ડમ્પર પકડી પાડ્યો હતો. બરવાળા પ્રાંત અધિકારી ચૌધરીએ પૂર્વ બાદમીના આધારે રાણપુર શહેરના બરવાળા હાઇવે રોડ પરથી એક નંબર પ્લેટ વગરના કપચી ભરેલા ડમ્પરને પકડી તેના ડ્રાઇવરની પૂછપરછ કરતાં ખનીજનો જથ્થો શંકાસ્પદ જણાતા પ્રાંત અધિકારીએ ડમ્પરને રાણપુર પોલીસને હવાલે કર્યો હતો જ્યારે રાણપુર પોલીસે આ કપચી ખનીજ ચોરીની છે કે કેમ તે અંગે હાલ તપાસ હાથ ધરી હતી તપાસ બાદ ખનીજ ચોરી છે કે નહીં તે સામે આવશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.