જુની અદાવતનો ખાર રાખી વૃધ્ધ પર ભત્રીજાઓનો હુમલો
આશાપુરાનગરમાં જુની અદાવતનો ખાર રાખી વૃધ્ધ પર તેના ભત્રીજા અને ભત્રીજાવહુ સહીતના શખ્સોએ તલવારથી હુમલો કરતા વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરીયાદી ખીમવન મોહનવન ગૌસ્વામી (ઉ.76) (રહે. આશાપુરાનગર શેરી નં.7, કોઠારીયા મેઈન રોડ)એ આરોપી તરીકે તેના ભત્રીજા વિપુલવન, ભાવેશવન, ભત્રીજાવહુ રેણુકાબેનના નામ આપી જણાવ્યું હતું કે તે ગતરોજ સાંજે 8 વાગ્યાના આસપાસ શેરીમાં હતા ત્યારે વિપુલવન, ભાવેશવન અને રેણુકા ધસી આવ્યા હતા.
અગાઉ થયેલ બોલાચાલી બાબતનો ખાર રાખી ગાળો આપી ત્રણેયે લાકડી તથા પ્લાસ્ટીકના પાઈપથી માથામાં અને શરીરે ફટકાર્યા હતા. તેમજ ભાવેશવને વૃધ્ધ પર તલવારનો ઘા ઝીંકી ત્રણેય શખ્સો નાસી છુટયા હતા. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ વૃધ્ધને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ આર.કે. સામુદ્રેએ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી શોધકોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.