સૌરાષ્ટ્રનો સૌપ્રથમ અતિ આધુનિક બર્ન્સ વોર્ડ તૈયાર થશે; દાઝેલા દર્દીને એમ્બ્યુલન્સમાં જ ICU સુધી લઈ જઈ શકાશે - At This Time

સૌરાષ્ટ્રનો સૌપ્રથમ અતિ આધુનિક બર્ન્સ વોર્ડ તૈયાર થશે; દાઝેલા દર્દીને એમ્બ્યુલન્સમાં જ ICU સુધી લઈ જઈ શકાશે


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવસે અને દિવસે વિવિધ સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. થોડો સમય પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતનું સૌપ્રથમ કેથલેબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલી મૂકવામાં આવી હતી. ત્યારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં કરોડો રૂપિયાનાં ખર્ચે સૌરાષ્ટ્રનો સૌપ્રથમ અતિ આધુનિક બર્ન્સ વોર્ડ તૈયાર કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. દાઝેલા દર્દીને એમ્બ્યુલન્સમાં જ ICU સુધી લઈ જઈ શકાય તે પ્રકારની સુવિધા હશે. આ માટે પ્રથમ તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 6.5 કરોડ ફાળવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.