જાણો જસદણમાં આવેલ જ્વેલર્સ ની દુકાન માં કઈ રીતે થઈ ચોરી ? - At This Time

જાણો જસદણમાં આવેલ જ્વેલર્સ ની દુકાન માં કઈ રીતે થઈ ચોરી ?


કોઇ ત્રણ અજાણી બહેનોએ અવસર જવેલર્સમાં ગ્રાહક બનીને કરી ચોરી

કોઇ ત્રણ અજાણી બહેનોએ અવસર જવેલર્સમાં ગ્રાહક બનીને કરી ચોરી જે સમાચાર મળી રહ્યા છે અને જસદણ પોલીસે ફરિયાદ નોંધી છે જેમાં ફરિયાદી નામ ભાવેશભાઇ ગોબરભાઇ વઘાસીયા, જાતે.પટેલ, ઉ.વ.૪૦, ઘંઘો.વેપાર, રહે.આટકોટ, કૈલાશનગર, જસદણ છે અને જેને ફરિયાદ લખાવી હતી કે જસદણ ચીતલીયા રોડ ઉપર તરગાળા શેરીમાં અવસર જવેલર્સ નામની ભાગીદારી પેઢી ચલાવુ છુ અને આ પેઢીમાં મારા ભાગીદાર તરીકે અરવિંદભાઇ શંભુભાઇ છાયાણી રહે.જસદણ વાળા છે અને આ પેઢીનો વહિવટ હુ કરૂ છુ અને અમો આ પેઢીમાં સોના- ચાંદીના દાગીનાનુ વેચાણ કરીએ છીએ. ગઇ કાલ તા.૦૭/૧૨/૨૦૨૨ ના રોજ સવારના આશરે સવા આઠેક વાગ્યાની આસપાસ ભાવેશ ભાઇએ દુકાન ખોલેલ હતી અને દુકાને હાજર હતો અને વેપાર કરતો હતો તેવામાં આશરે અગ્યારેક વાગ્યાને વીશેક મીનીટની આસપાસ દુકાનમાં બે બહેનો આવેલ અને તેની સાથે એક અઢારેક માસનુ છોકરૂ હતુ અને આ બન્ને બહેનોએ જ્વેલર્સ પાસે કાન પહેરવાની બુટી જોવા માંગેલ હતી અને ભાવેશ બહેનોને બુટી બતાવતો હતો તેવામાં એક બીજા બહેન દુકાને આવેલ અને તેણે ભાવેશ પાસે કાન ઉપર પહેરવાની કાનસર જોવા માંગેલ બાદ પહેલા આવેલ બે બહેનોએ ભાવેશને કહેલ કે તમે અહિંયા આવો અમે કાનની આ બે કડી પંસદ કરેલ છે અને તે કડી અમારે લઇ જવાની છે તમે તેનો હિસાબ કરી આપો અને અમારે ભંગાર જમા કરાવવાનો છે જેથી ભાવેશ તેની પાસે ગયેલ અને પાછળથી આવેલ બહેને ભાવેશ પાસે બુટી જોવા માંગેલ જેથી તેને બુટી જોવા આપેલ હતી અને તેઓ બુટી જોતા હતા બાદ ભાવેશ પહેલા આવેલ બહેન પાસે ગયેલ અને હિસાબ કરતો હતો તેવામાં પાછળથી આવેલ બહેન બીજા રેગ્યુલ ગ્રાહક કડલી જોતા હતા તેની કડલી જોવા લાગેલ હતા બાદ આ પહેલા આવેલ બે બહેનોએ ભાવેશને કહેલ કે તમારો વઘારે ભાવ છે અમારે આ ભાવમાં ન પોસાઇ તેમ કરી જતા રહેલ હતા અને પાછળથી આવેલ બહેને પણ મારી દુકાનમાંથી ઘણા દાગીના જોવા માંગેલ પણ લીઘેલ નહિ અને પહેલા આવેલ બે બહેન સાથે જે છોકરૂ હતુ તે પાછળથી આવેલ એક બહનેને બા બા કરતુ હતુ અને તેની પાસે તેડવા માટે જતુ હતુ પરંતુ આ બહેન તેને તેડતા હતા નહિ જેથી ભાવેશને શક પડેલ કે આ ત્રણેય બહેનોએ દુકાને આવેલ અને ઘણા બઘા દાગીના જોવા માંગેલ છતા પણ તેઓએ કોઇ દાગીના લીઘેલ નથી અને તેઓ ભાવેશને વારાફરતી બોલાવતા હતા જેથી મારી નજર ચુકવી દુકાનમાંથી કોઇ દાગીનાની ચોરી કરી લઇ ગયેલ નહિ હોય ને તેવી ભાવેશને શંકા ગયેલ હતી.

બાદ ભાવેશે દુકાનમાં રાખેલ સી.સી.ટી.વી. ચેક કરતા ખબર પડેલ કે પાછળથી આવેલ બહેને બે બુટી પોતાના ખોળામાં રાખી દિધેલ હતી અને ભાવેશ પહેલા આવેલ બે બહેનો પાસે હિસાબ કરવા ગયેલ ત્યારે આ બહેને પોતાના ખોળામાં રાખેલ આ બુટીઓ પોતાના પગના મોજા નાખતા હતા તેવુ સી.સી.ટી.વી.માં જોવા મળેલ હતુ જેથી ભાવેશે દુકાનનો બુટીનો સ્ટોક ચેક કરતા જાણવા મળેલ કે દુકાનમાં એક ૩.૭૩૦ ગ્રામની બુટી તથા એક ૩.૫૮૦ ગ્રામ ની બે બુટી જોવા મળેલ નહિ અને આ બન્ને બુટીઓનો કુલ વજન ૭.૩૧ ગ્રામ કિંમત આશરે રુ. ૩૫૦૦૦/- જેટલી - થતી અને આ બન્ને બુટીઓ આ ત્રણેય બહેનો ભાવેશની વારફરતી નજર ચુકવી ચોરી કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે આગળની કાર્યવહી હાથ ધરી છે.

Report Rasik Visavaliya Jasdan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.