યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l0clc8zhvxydwe3m/" left="-10"]

યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!


યુવાનની હત્યાના પ્રયાસમાં 24 કલાક વીતી ગયા છતાં દેવાયત પોલીસથી દુર!

લોકસાહિત્યકાર દેવાયત ખવડ હવે જાણે કે માથાકૂટ કરવા ઉતરી આવ્યા હોય તેવી રીતે ગઈકાલે બપોરના રાજકોટના સર્વેશ્વર ચોક પાસે ગરાસિયા યુવાનને લોખંડના પાઈપથી બેફામ માર મારતાં યુવાનના હાથ-પગ ભાંગી ગયા છે. આ પછી પોલીસે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા એક અજાણ્યા હુમલાખોર અને દેવાયત સાથે કાર ચલાવીને આવનાર ડ્રાયવર સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર બનાવને લઈ 24 કલાક વીતી ગયા છતાં પોલીસ સાથે ધરોબો રાખનાર દેવાયતને પકડવા પોલીસ પણ કુણી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

યુવાનના મામાના ઘર પાસે જ દેવાયત ખવડનું ઘર હોય ત્યાં પાર્કિંગ બાબતે વર્ષોથી ચાલ્યો આવતો ડખ્ખો કારણભૂત: દેવાયત સહિત ત્રણેય સામે હત્યાના પ્રયાસનો ગુન્હો

પોલીસની ટીમે માત્ર રહેઠાણ સ્થળે દરોડા પાડી સંતોષ માની લીધો છે.

કે, તેઓ કાલાવડ રોડ પર આવેલી વિષ્ણુ વિહાર સોસાયટી શેરી નં. 9માં રહેતા અને પ્રેસનું કામકાજ કરતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (ઉ. વ. 30)ગઈકાલે બપોરે યાજ્ઞિક રોડ પર આવેલી પોતાની ઑફિસનું કામકાજ પતાવી દોઢેક વાગ્યાના અરસામાં ઘેર જવા માટે સર્વેશ્વર ચોકમાં પડેલી પોતાની ગાડી પાસે પહોંચ્યો કે અચાનક જ નંબર પ્લેટ વગરની સ્વિફટ કાર તેની પાસે ધસી આવી હતી. ત્યારબાદ મયુરસિંહ કંઈ સમજે-વિચારે તે પહેલાં જ કારમાંથી દેવાયત ખવડ અને એક અજાણ્યો માણસ લોખંડના પાઈપ સાથે મયુરસિંહ પર તૂટી પડ્યા હતા. આ બન્નેએ પાઈપ વડે પગ ઉપર હુમલો કરીને મયુરસિંહને જમીન પર પછાડી દીધો હતો

> પોલીસે ટીમો બનાવી દેવાયત અને બીજા બે શખ્સોના ઘરે દરોડા પાડ્યા પરંતુ કોઈ ન મળ્યું: પોલીસ સાથે ઘરોબો રાખનાર દેવાયતને પકડી કાયદાનું ભાન કરાવાશે?
અને ત્યારબાદ પણ હુમલા કરવાનું યથાવત રાખ્યું હતું. ત્યારબાદ બચવા માટે મયુરસિંહે હાથ આડો નાખતા તેના ઉપર પ્રહાર થવાથી હાથ પણ ભાંગી ગયા હતા. મરણતોલ માર માર્યા બાદ દેવાયત ખવડ અને તેની સાથે રહેલો એક શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર ગયા હતા. બંને શખ્સોએ અંદાજીત 25 જેટલા પાઇપના ઘા ઝીંક્યા હતા. મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, દેવાયત ખવડ વિરુદ્ધ મને જાનથી મારી નાખવાની ધમકી બાબતે મેં અરજી કરી હતી પરંતુ તેમાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી થઈ નહોતી. આ બનાવ બનવાનું મુખ્ય કારણ મારા મામા રાજકોટ રવિરત્ન પાર્ક-55-અ ખાતે દેવાયત ખવડની બાજુમાં રહેતાં હોય અને પાર્કિંગ બાબતે એકાદ વર્ષ પહેલાં દેવાયત ખવડ સાથે મારે બોલાચાલી થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]