હોટલ/લોજ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
હોટલ/લોજ/ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ, લોજ, બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન સહિતના નક્કર પુરાવા મેળવવા, બોટાદ જિલ્લામાં કઈ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે, કેટલો સમય રોકાવાના છે તેની સંપૂર્ણ વિગત મેળવવી, કોઈપણ નાગરીકની હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, બોડીંગમાં શંકાસ્પદ હીલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી.
હોટલ લોજ બોર્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને સી.સી.ટી.વી રેકોડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. હોટલ લોજ બોર્ડીંગ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટરમાં નોંધવાનો રહેશે. જો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે. હોટલ લોજ બોર્ડીંગ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં રોકાણ માટે આવતા તમામ નાગરીકોની અન્ય જરૂરી માહિતી તમામ માહિતી રજીસ્ટરમાં નોધવાની રહેશે.
આ ઉપરાંત હોટલ/લોજ/બૉર્ડિંગ/ગેસ્ટહાઉસના માલીકો જયારે કોઇપણ વ્યક્તીને હોટલ/લોજ/બૉર્ડિંગમાં રહેવા માટે આશરો આપે ત્યારે માલીકે તેવા વ્યક્તિઓનું ID પ્રુફ અને પુરૂ નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી રજીસ્ટ્રરમાં નોંધ કરવાની રહેશે તેમજ પોલીસને જરૂર પડે મદદરૂપ થઇ શકે તે હેતુથી અમલવારી કરવાની રહેશે. આ જાહેરનામું તા.૦૪/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.