હોટલ – ગેસ્ટહાઉસ, બેંકીંગ સંસ્થાઓ વગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jpzycx74nm0ca9i6/" left="-10"]

હોટલ – ગેસ્ટહાઉસ, બેંકીંગ સંસ્થાઓ વગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું


હોટલ – ગેસ્ટહાઉસ, બેંકીંગ સંસ્થાઓ વગેરે જેવા સ્થળોએ સી.સી. ટી.વી. કેમેરા મુકવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં રૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના – ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/, લોજીંગ – બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, પેટ્રોલ પમ્પ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસીસો મોટા ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાવવા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

સી.સી.ટીવી કેમેરા કેવી રીતે ગોઠવવા તથા સુચનાઓની અમલવારી માટે ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઇપણ જગ્‍યાની અંદરના ભાગ. સંપુર્ણ કવરેજ સતત થાય તે રીતે ગોઠવવા. દરેક જગ્‍યાની અંદરના/બહાર ના ભાગે, બેઝમેન્ટ /ભુતલ પાર્કીંગ એરીયા,તથા પ્રવેશતા અને બહાર નિકળતા તમામ માણસો અને વાહનો ની અવર-જવર ને સ્‍પષ્‍ટ રીતે જોઇ શકાય તે રીતે કેમેરા ગોઠવવા.બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેઙ ૨- મેગા પિકસલ (IP) કેમેરા ગોઠવવા. શોપીંગ કોમ્પલેક્ષને મોલના માલીક/સંચાલકોએ તેની તમામ બાજુએ આવેલા સામેના જાહેર રોડ પરથી અવર જવરનું રેકોડીંગ થઇ શકે તે પ્રમાણેના ૨-મેગા પિકસલ (IP) CCTV કેમેરા લગાડવાના રહેશે.

મોબાઇલના તમામ ટાવરો પાસે બિલ્ડીંગના ટેરેસ ઉપર ૨-મેગા પિકસલ (IP) CCTV કેમેરા લગાડવો. તમામ પાર્કીંગની જગ્‍યામાં સંપૂર્ણ જગ્‍યાનું કવરેજ થાય તે રીતે ગોઠવવા.રિસેપ્શન કાઉન્ટર,લોબી બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્‍યાં તમામ જગ્‍યાઓનું સંપુર્ણ કવરેજ થાય તે રીતે કેમરા ગોઠવવા, રિશેપ્‍શન કાઉન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ,મોલના એન્‍ટ્રીગેટના વિસ્‍તારમાં તેમજ EXIT ગેટ અને પાછળના વિસ્‍તારમાં પણ દરેક ગેટ પર ૨-મેગા પિકસલ (IP) CCTV કેમેરા સહીતની યોગ્‍ય સુરક્ષા વ્‍યવસ્‍થા ઉભી કરવાની રહેશે.મોલની અંદર દાખલ થતા વાહનો (મોટર સાયકલ/ફોર વ્‍હીલર) વિગેરેનું ચેકીંગ કરવામાં આવે. પરંતુ આ પ્રકારના વાહનોની અંદર બેસેલ વ્‍યક્તિઓનું ચેકીંગ પણ સંપુર્ણ પણે કરાવવું જરૂરી છે. તેમજ જયા મોટા પ્રમાણમાં વિધાર્થીનીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટયુશન કલાસીસો ખાતે સંસ્થાની અંદરની ભાગે તથા એન્ટ્રી ગેઇટ પર રોડને આવરી લે તે રીતે CCTV કેમેરા લગાવાના રહેશે.

મોલમાં મોલ માલીકના ખર્ચે ખાનગી સીકયુરીટી રાખવી અનિવાર્ય રહેશે. તેઓ સીકયુરીટી ચેકના નિયમોથી માહીતગાર હોવા જોઇએ. આ અંગે તાલીમબધ્ધ થયેલ હોવાજોઇએ. મોલની સુરક્ષા ર૪X૭ કલાક જાળવવામાં આવેતે જોવાનું રહેશે. મોલની મુલાકાત લેતી તમામ વ્‍યક્તિઓના લગેજ ચેકીંગની જવાબદારી સંપુર્ણ પણે મોલના માલીકોની રહેશે. મોલમાં સ્‍ફોટક પદાર્થો ન આવે તે અંગેની વ્‍યવસ્‍થા કરવાની રહેશે તેમજ મોલના ચેકીંગ સલામતી વ્‍યવસ્‍થા સ્‍નીફર ડોગ મારફત ઉભી કરવાની રહેશે. રાત્રીના સમયે પણ સી.સી.ટીવી. કેમેરા નું રેકોર્ડીંગ સ્‍પષ્‍ટ રીતે દેખી શકાય તે રીતેના નાઇટ વિઝન અથવા આઇ.આર.હાઇડેફિનેશન કેમેરા લગાવવાના રહેશે અને જરૂરી પ્રકાશની વ્યવસ્થા કરવાની રહેશે. સી.સી.ટીવી. કેમેરાનું આઉટપુટ ડીસપ્લે (મોનીટર) અને ડી.વી.આર જ્યારે પણ અધિકૃત અધિકારી ચેક કરવા માંગતા હોય ત્યારે તે સરળતાથી જોઇ શકે તેમાટે જાણકાર ટેકનીશીયન સ્થળ ઉપર અથવા ટેલિફોન સંપર્ક ઉપર હાજર મળે તે રીતેની વ્યવસ્થા રાખવાની રહેશે.. આ જાહેરનામું તા.૦૪/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) દિન-૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]