NTAએ 9 દિવસમાં 3 પરીક્ષા રદ કરી:NEET રી-એક્ઝામ માટે 6 નવાં કેન્દ્ર બન્યાં, NTA-શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે
NTA એ શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે CSIR UGC NET પરીક્ષા રદ કરી. આ પરીક્ષા 25-27 જૂન વચ્ચે યોજાવાની હતી. પરીક્ષા મુલતવી રાખવા માટે સંસાધનોની અછતનું કારણ જણાવવામાં આવ્યું છે. NTAએ કહ્યું હતું કે આ પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ csirnet.nta.ac.in પર અપલોડ કરવામાં આવશે. બે દિવસ પહેલાં 19 જૂનના રોજ NTAએ અનિયમિતતાના ડરથી UGC NTEની પરીક્ષા રદ કરી હતી. અગાઉ 12 જૂને NCETની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આવતીકાલે NEET UG પુનઃ પરીક્ષા, 6 નવાં કેન્દ્રો બનાવાયાં
NEET UG પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ મેળવનારા 1563 ઉમેદવારો માટે 23 જૂને પુનઃપરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે 6 નવાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. ચંદીગઢમાં માત્ર એક જ કેન્દ્રને પુનઃ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહીં માત્ર બે ઉમેદવાર પરીક્ષા આપશે. આ પરીક્ષા 23 જૂને બપોરે 2થી 5:20 દરમિયાન યોજાવાની છે. આ પરીક્ષા 6 શહેરમાં લેવાશે. NTAએ કેન્દ્રો પર નિરીક્ષકોની નિમણૂક કરી છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રો પર NTA અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર રહેશે. હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે નહીં
હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પરથી 720/720 અંક મેળવનાર 6 ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ કેન્દ્ર પર ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન કોઈ સમસ્યા ન થાય એ માટે પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- પરીક્ષામાં ઝીરો એરર કરવામાં આવશે
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 20 જૂને NEET પરીક્ષા વિવાદ પર પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે 'NEET પરીક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આને ઝીરો એરર કરવામાં આવશે. NTA માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે વધુ સુધારાની ભલામણ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.