બોટાદ: ખાંભડા/ગુંદા ડેમમાંથી પાણી છોડાતા નદીનાં પટમાં/કોઝવે પર અવર-જવર ન કરવા બરવાળા તાલુકા વિકાસ અધિકારીશ્રીની અપીલ
બોટાદ: ખાંભડા/ગુંદા ડેમમાંથી પાણી છોડાતા નદીનાં પટમાં/કોઝવે પર અવર-જવર ન કરવા બરવાળા તાલુકા વિકાસ અધિકારીશ્રીની અપીલ
હાલમાં બોટાદના બરવાળા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જુદા-જુદા ડેમમાંથી પાણી છોડવામાં આવે છે તેમજ હજુ વરસાદ પડે તો ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે તેમજ ઘણા ગામોમાં નાના-મોટા નાળા તથા ચેક ડેમો આવેલ છે. જે છલકાયેલ હોય છે જેથી ખાંભડા ડેમ કાઠાના ખાંભડા,બેલા,ટીંબલા,કુંડળ, વાઢેળા તથા નીલકા નદીકાંઠેના ભીમનાથ ગામે પાણી પ્રવાહમાં માનવ/પશુ તણાઇ જવા બાબતની દુર્ઘટના ન બને તે માટે ગ્રામજનોએ પુરતી તકેદારી રાખવા તેમજ ઉકત ગામોના તલાટી કમ મંત્રીશ્રી-સરપંચશ્રીઓએ
દાંડી પીટાવી નદીના પટમાં કોઇપણ વ્યક્તિ અવર-જવર ન કરે તે અંગેની વ્યવસ્થા કરવા બરવાળા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા હુકમ ફરમાવ્યો છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.