*ડભોઇ પોલીસ પરિવાર અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન શિબિર યોજવામાં આવી*
રિપોર્ટ નિમેષ સોની,ડભોઈ
ડભોઈ પોલીસ પરિવાર અને આયુષ બ્લડ સેન્ટર દ્વારા ' આઝાદી કા અમૃત મહોત્સવ ' અંતર્ગત બ્લડ ડોનેશનનો મેગા કેમ્પ રાખવામાં આવ્યો હતો. ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલ પટેલ વાડી ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ), જિલ્લા ભાજપના મહામંત્રી ડો. બી.જે.બ્રહમભટૃ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતાં. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ પરિવારના હોદ્દેદારો અને સભ્યો ,નગરના જાગૃત નાગરિકો જેમકે, વકીલો, પત્રકારો, રાજકીય આગેવાનો, તેમજ મહેસુલ વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે ૨૫૦ જેટલા યુનિટ બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું હતું અને પોલીસ પરિવાર દ્રારા કરવામાં આવેલ આ પ્રશંસનીય સેવા કાર્યને બિરદાવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મામલતદાર ચૌધરી સાહેબ, ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી, પી.આઈ. એસ.જે.વાઘેલા, સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહયાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.