સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આગામી ૨૪ જૂન થી ૬ જુલાઇએ યોજાશે
*સાબરકાંઠા જિલ્લામાં ધોરણ - ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા આગામી ૨૪ જૂન થી ૬ જુલાઇએ યોજાશે*
*******
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક એ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્રારા તા.૨૪/૦૬/૨૦૨૪ થી ૦૬/૦૭/૨૦૨૪ સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સા.પ્ર/વિ.પ્ર) ની પુરક પરીક્ષા યોજાશે.
જિલ્લામાં ધોરણ-૧૦ ની પુરક પરીક્ષા ૧૦ કેંદ્રોના ૧૦ બ્લોક ખાતે યોજાશે.જેમાં ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કુલ, ન્યુ ઇન્ગ્લિશ હાઇ સેકન્ડરી સ્કુલ, સેંટ. ઝેવિયર્સ હાઇસ્કૂલ,સવગઢ પાણપુર યુનિટ-૧, સેંટ. ઝેવિયર્સ સેકેંન્ડરી સ્કુલ યુનિટ-૨, સપ્તેશ્વર વિધ્યાલય, પરફેક્ટ હાઇ સ્કુલ,યુનિટ-૧, પરફેક્ટ હાઇ સ્કુલ,યુનિટ-૨, ગ્રોમોર સેકન્ડરી સ્કુલ યુનિટ-૧ , ગ્રોમોર સેકન્ડરી સ્કુલ યુનિટ-૨,એસ.જે પઢીયાર હાઇ સ્કુલ કેંદ્રોનો સમાવેશ થાય છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા માયન હાઇસ્કુલ અને મદ્રેસા હાઇસ્કુલ એમ બે કેંદ્રોના બે બ્લોક ખાતે યોજાશે. વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા પાંચ કેંદ્રોના પાંચ બ્લોક ખાતે યોજાશે. જેમાં હિંમત હાઇ સ્કુલ યુનિટ-૧, હિંમત હાઇ સ્કુલ યુનિટ-૨,જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલય યુનિટ-૧ , જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલય યુનિટ-૨ અને ફેઇથ ઇંગ્લિશ હાઇ સ્કુલ યુનિટ-૧ કેંદ્ર પર પુરક પરીક્ષા યોજાશે.એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
*********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.