(ડભોઈ - દર્ભાવતિ સતત વિકાસનાં પંથે) ધારાસભ્ય શૈલેષભાઈનાં પ્રયાસોથી નગરપાલિકાની પાણી પુરવઠા યોજના માટે રૂપિયા ૧૨.૪ કરોડની ફાળવણી - At This Time

(ડભોઈ – દર્ભાવતિ સતત વિકાસનાં પંથે) ધારાસભ્ય શૈલેષભાઈનાં પ્રયાસોથી નગરપાલિકાની પાણી પુરવઠા યોજના માટે રૂપિયા ૧૨.૪ કરોડની ફાળવણી


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ - દર્ભાવતિ મતવિસ્તાર સતત વિકાસનાં પંથે આગળ વધે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા )સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ આ માટે સતત સરકારમાં રજૂઆત કરતાં હોય છે. પરિણામે ટૂંકા સમય ગાળામાં આ મતવિસ્તારમાં કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસનાં કામો મંજૂર થતાં રહે છે.
તાજેતરમાં વિધાનસભા ગૃહમાં ચાલતી બજેટ ઉપરની ચર્ચા દરમિયાન પણ ધારાસભ્યએ ડભોઈ નગરપાલિકાનાં બાકી પડતાં સ્ટ્રીટ લાઈટના વીજ બીલ અંગે અને વારીગૃહના વીજ બીલ અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ પાલિકાને વીજ બીલમાં રાહત મળે તે માટે રજૂઆત કરી હતી. ડભોઈનો વિકાસ થાય અને આવનાર સમયમાં નગરજનો માટે પીવાનાં પાણીનીસમસ્યા હલ થાય તે માટે ધારાસભ્ય એ રજૂઆતો કરી હતી. જેથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મીશન હેઠળ અમૃત ૨.૦ યોજના હેઠળ ડભોઈ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂપિયા ૧૨.૪ કરોડ ઉપરાંત ગ્રાન્ટની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યાંત્રિક તથા વિદ્યુતના કામો કરણેટ મુકામે પાલિકાનાં વોટર વર્ક્સ ખાતે કરવામાં આવશે. જેમાંત્રણ વિવિધ સ્થળોએ પાણીના સંગ્રહ માટે પાણીની ટાંકી તેમજ રેલવે અને કેનલ ક્રોસિંગ કરવાનો તથા આ પ્રોજેક્ટનો પાંચ વર્ષ માટે નિભાવના ખર્ચનો પણ સમાવેશ થયેલો છે. ડભોઇ મતવિસ્તારમાં હંમેશા વિકાસનાં કામો અને લોક કલ્યાણની કામગીરી માટે સતત પ્રયત્નો કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનાં પ્રયાસોથી ડભોઈના નગરજનોને રાહત થશે અને પીવાના પાણીની કાયમી સમસ્યા દૂર થશે. આ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરાતા નગરજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. પીવાના પાણીનો પ્રશ્ન હવે આવનાર સમયમાં ઉકેલાઈ જશે તેવું હાલ નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે આવી પ્રશંસનીય કામગીરી બદલ નગરજનોએ ધારાસભ્યની આભાર માન્યો હતો.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.