સાબરકાંઠા જિલ્લાના-: ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અજાણ્યા ઈસમોએ ફરીયાદીનો પીછો કરી છરી બતાવી લૂંટ
સાબરકાંઠા જિલ્લાના-:
ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અજાણ્યા ઈસમોએ ફરીયાદીનો પીછો કરી છરી બતાવી લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કિ.રૂ.૪૧,૫૫૦ /- નો મુદ્દામાલ રીકવર કરી લૂંટનો ગુન્હો શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા......
----------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિજય પટેલ, સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલિસ ઇન્સ્પેક્ટર અનીલકુમાર.જી.રાઠોડ એલ.સી.બી.તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડાનાઓના માર્ગદર્શન અનુસાર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ,ચાંપાભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ,સનતકુમાર,કમલેશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ,વિજયકુમાર,અનિરૂધ્ધસિંહ,પ્રકાશભાઈ,ધવલકુમાર,શુકલજીતસિંહ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ..
ગઇ તા.૦૮/૦૯/૨૦૨૩ ના રોજ ખેરોજ પો.સ્ટે. વિસ્તારમાં કોઇ બે અજાણ્યા ઇસમોએ ભોગબનનાર ફરીયાદીશ્રીની ઈકો ગાડીનો પીછો કરી ગાડી રોકી છરી કાઢી બતાવી ફરીયાદીના પેટ ઉપર છરીની અણી મુકી અને મારી નાખવાનો ભય બતાવી ફરીયાદી પાસે ગળામાં ભેરવીને રાખેલ આશરે રૂ.૮૦,૦૦૦/- રૂપીયા ભરેલ પૈસાની બેગના પટ્ટાને બળપૂર્વક છરીથી કાપી દઇ પૈસાની બેગની લુંટ કરી ભાગી જઇ ગુન્હો કરેલ જે અનીટેકટ લૂંટના બનાવ અંગે એલ.સી.બી.ની ઉપરોક્ત ટીમ ગઇ કાલ રોજ તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ આ ગુન્હાની સ્થળ વિઝીટ કરી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી વિડીયો ફુટેઝ ચકાસણી કરતા હતા..
તે દરમિયાન બાતમી બાતમીદારથી બાતમી મળેલ કે બે ઇસમો લાંબડીયા તરફથી એક કાળા કલરની વાદળી પટ્ટા વાળી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર R.J.27.BS.2496 ની લઈને ખેરોજ તરફ આવી રહેલ છે જેમણે ઇકો ગાડીના ચાલકની પાસેથી બળપૂર્વક અને ભય બતાવી રોકડ રૂ.૮૦,૦૦૦/-ની બેગ ઝૂંટવી લઈ લૂંટ કરેલ છે" જે બાતમી આધારે લાંબડીયા તરફથી આવતાં મોટર સાયકલ નંબર R.J.27.BS.2496 ની વોચમાં હતા..
તે દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની મોટર સાયકલ નંબર- R.J.27.BS.2496 ની લઇને બે ઇસમો આવતાં તેઓનું નામ ઠામ પુછતાં મોઇનુદ્દીન ઉર્ફે બાબુ શરીફુદ્દીન ઉર્ફે કાલુ ગુલામુદ્દીન શેખ ઉ.વ.૨૫ રહે.કોટડા પોલીસ સ્ટેશન પાછળ તા.કોટાઽ છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન) તેની પાસેથી રોકડ મળી આવતાં તથા બીજો ઇસમ કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર હોઇ તેની પાસેથી પીળા કલરનું ચપ્પુ મળી આવતાં બન્નેને વારાફરથી ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં બન્નેએ તા.૦૮/૦૯/૨૦૨૩ના બપોરના કોટડા છાવણીથી એક ઇકો ગાડીનો પીછો કરી કોટડા ગઢીના પુલ પાસે આવતાં લૂંટ કરેલ હોવાનું કબુલ કરતાં તેઓની પાસેથી મોબાઇલ નંગ-0,કિં.રૂ.૧૧,૦૦૦/- તથા રોકડ રકમ રૂ,૧૦,૫૦૦/- તથા એક મોટર સાયકલ નંબર R.J.27.BS.2496 કિં.રૂ.૨૦,૦૦૦/- તથા એક ચપ્પુ કિ.રૂ.પ૦/-મળી કુલ કિ.રૂ.૪૧,૫૫૦/- નો મુદામાલ સી.આર.પી.સી, કલમ.૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓને ડીટેઇન કરી ખેરોજ પોલિસ સ્ટેશન સોંપેલ છે.આમ,લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી લૂંટનો ગુન્હો શોધી કાઢવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર સાબરકાંઠાને સફળતા મળેલ છે.
રિપોર્ટર-:
શાહબુદ્દીન શીરોયા
હિંમતનગર.....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.