તાલાલા પોલીસ પર ખુની હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા, એક આરોપી ટ્રેનમાં જતો હતો ત્યારે ઝડપી લેવાયો
ગીર સોમનાથ જિલ્લા માં તાલાલાના હડમતીયા ગામે પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો
કોર્ટ નું પકડ વોરંટ બજાવવા ગયેલ પોલીસ કર્મચારીઓ પર તલવાર વડે હુમલો થયો હતો
હુમલા માં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા
હડમતીયા ના (૧) ભરત સોલંકી (૨) લીલાભાઇ સોલંકી (૩) સવજીભાઇ સોલંકો (૪) ભરતભાઇ સોલંકીની પત્ની એ કર્યો હુમલો કર્યો હતો
હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ કૌશિક પંપાણીયા, જી.આર.ડી. જવાન બાબુ વાજા ને સારવાર માં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપી ઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૭ ૩૩૨,૩૩,૩૨૪,૩૫૩, ૫૦૪,૧૧૪ થી જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
આરોપીને ઝડપી લેવા નાકાબંધી કરી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જ્યારે ભરત સોલંકી ટ્રેનમાં જતો હોવાની બાતમી મળતા પોલીસે સાસણ નજીક ચાલુ ટ્રેનમાંથી ઝડપી લીધો હતો,પોલીસ આ બનાવ અંગે આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.