માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામે વીજ લાઇન બાબતે આપ આગેવાન સાથે સરપંચ તેમજ ગ્રામજનો સહિત આપ્યું આવેદનપત્ર - At This Time

માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામે વીજ લાઇન બાબતે આપ આગેવાન સાથે સરપંચ તેમજ ગ્રામજનો સહિત આપ્યું આવેદનપત્ર


માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામે અવાર નવાર લાઈટ ન રહેતા વીજ લાઇન ક્રોસિંગ અલગ કરવા બાબતે આપ આગેવાન પીયૂષભાઈ પરમાર અને અમરાપુર ગામ ના સરપંચ ભઈલુ ભાઈ સહિત ગ્રામજનો દ્વારા પી.જી.વી.સી.એલ નાયબ ઈજનેર એમ.એસ.ચૌધરી ને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી

આ તકે પિયુષ પરમાર એ પી.જી.વી.સી.એલ નાયબ ઈજનેર એમ.એસ.ચૌધરી પાસે લેખિત માં કામ ક્યારે થશે તેવી બાંહેધરી માંગ કરી પરંતુ પી.જી.વી.સી.એલ નાયબ ઈજનેર એમ.એસ.ચૌધરી એ વહેલા વહેલી તકે કામ નું સર્વે કરવાનું જણાવ્યું હતું

અંત માં આપ આગેવાન અને તાલુકા પંચાયત સદસ્ય પિયુષ ભાઈ પરમાર દ્વારા જણાવેલ આગામી ટૂંક સમય માં પી.જી.વી.સી.એલ દ્વારા લાઈટ નો પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો પી.જી.વી.સી.એલ નો ઘેરાવ કરવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

તેમજ અમરાપુર ગીર ગામ ના સરપંચ ભઈલુ ભાઈ એ જણાવેલ કે અમરાપુર ગીર ગામ ને વીજ પ્રશ્ને ને લઈ આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વીજ પ્રશ્ન નું વહેલી તકે નિરાકરણ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશું તેવી ચીમકી ઉચ્ચારી હતી

આ આવેદન પત્ર ને લઈ માળીયા હાટીના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખેલ હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.