મોડું મોડું પુરવઠા તંત્ર કુંભકર્ણ નિદ્રા માંથી જાગ્યુ બોટાદના હડદડ ગામ ખાતે ના ગોડાઉનની માંથી ઘઉં ચોખા નો જથ્થો ઝડપી પાડ્યો - At This Time

મોડું મોડું પુરવઠા તંત્ર કુંભકર્ણ નિદ્રા માંથી જાગ્યુ બોટાદના હડદડ ગામ ખાતે ના ગોડાઉનની માંથી ઘઉં ચોખા નો જથ્થો ઝડપી પાડ્યો


પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ

ગઈ કાલનો ઘઉં ચોખા નો કાળો કારોબાર નો શોષ્યલ મીડિયા માં વિડીયો વાયરલ થયો હતો જેના પગલે પુરવઠા તંત્ર જાણે કુંભ કર્ણ નિદ્રા માંથી જાગી સીધુજ બોટાદ ના હડદડ ગામ ના વિસ્તાર મારૂતિ ધામ સ્કુલ ની બાજુ માં આવેલ ગોડાઉન માં રેડ કરતા ઘઉં ચોખા નો બે હિસાબી જથ્થો મળી આવ્યો હતો હજુ પણ બોટાદ જિલ્લા માં ઘઉં ચોખા નો કાળો કારોબાર ધમ ધમી રહ્યો છે ક્યારે અંકુશ માં આવશે ખરા ?
જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલતદાર, બોટાદ ગ્રામ્ય તેમજ તપાસણી ટીમ દ્વારા બોટાદ તાલુકાના હડદડ ગામમાં મારૂતીધામ સ્કુલની બાજુમાં આવેલા ખાનગી માલિકીના ગોડાઉનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો ૨૨૯૦ કિ.ગ્રા. તથા ચોખા ૩૯૭૦ કિ.ગ્રા.નો બિનહિસાબી જથ્થો સીઝ કરાયો હતો. જેની અંદાજીત કિંમત રૂ.1,62,760 છે. ચોખા તથા ઘઉંનો જથ્થો સરકારી અનાજ ગોડાઉન, બોટાદ ખાતે જમા કરાવવામાં આવ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.