ગુજરાત રાજ્યની વીજ માંગમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ નોંધાઈ છે અને છેલ્લા ૫ વર્ષથી વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 6% થી વધુ રહ્યો છે. - At This Time

ગુજરાત રાજ્યની વીજ માંગમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ નોંધાઈ છે અને છેલ્લા ૫ વર્ષથી વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 6% થી વધુ રહ્યો છે.


ગુજરાત રાજ્યની વીજ માંગમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ નોંધાઈ છે અને છેલ્લા ૫ વર્ષથી વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 6% થી વધુ રહ્યો છે.

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ વીજ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે તેમજ સર્વાંગી વિકાસ અને રોકાણને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતે પહેલ કરેલ છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત ૨૭ હજાર મેગાવોટની સૌથી વધુ બિન-પરંપરાગત ઉર્જા ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર છે.નાણાકીય વર્ષ 2023-24 માં, ગુજરાતે ૧૩ હજાર મેગાવોટથી વધુ રિન્યુએબલ ઉર્જા ક્ષમતાનો વધારો કરેલ છે અને ૨૦૩૦ સુધીમાં ૪૦ હજાર મેગાવોટની વધારાની રિન્યુએબલ ઉર્જા ઉમેરવાનું આયોજન છે, જે ગુજરાતની રિન્યુએબલ એનર્જી અપનાવવામાં અગ્રણી બનવાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.

રિન્યુએબલ એનર્જી ઉત્પાદનની અનિશ્ચિચતાને ઘટાડવા અને સલામત અને વિશ્વસનીય ગ્રીડ ઓપરેશનને સુનિશ્ચિત કરવા માટે એનર્જી સ્ટોરેજની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તાજેતરમાં, ગુજરાત રાજ્ય દ્વારા 750 MW/3000 MWhની કુલ એનર્જી સ્ટોરેજની ક્ષમતાના સૌથી વ્યાજબી દરો પ્રાપ્ત થયેલ છે, જે રૂ. 3.5-રૂ. 4.5 પ્રતિ યુનિટ વચ્ચે છે. આ સિદ્ધિ ગ્રીડ સ્થિરતાને આધાર આપવા માટેના એનર્જી સ્ટોરેજના ઉકેલની આર્થિક સદ્ધરતાને દર્શાવે છે.ગુજરાતની વધતી જતી વીજ માંગને પૂર્ણ કરવા માટે નક્કર અને સુસંગત રિન્યુએબલ એનર્જી પુરવઠાની આવશ્યકતા છે. લાંબા સમયના એનર્જી સ્ટોરેજની ટેકનોલોજી આ સિદ્ધિ હાંસલ કરવા માટે મુખ્ય છે, કારણ કે તે સ્વચ્છ અને સસ્તી ઉર્જાના સ્થિર અને વિશ્વસનીય સ્ત્રોત પ્રદાન કરે છે. આ ટેકનોલોજી ગુજરાતની ગ્રીડને ડિકાર્બોનાઇઝ કરવાના પ્રયાસોને ન માત્ર વેગવંતા બનાવે છે પરંતુ વિશ્વસનીય વીજ પુરવઠાને પણ સુનિશ્ચિત કરે છે તેમજ રાજ્યના સ્થિર ઉર્જા ભવિષ્ય તરફના પરિવર્તનને આગળ ધપાવે છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને થિંક ટેન્ક્સ, જેમાં વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (WRI), ઇન્ટરનેશનલ હાઇડ્રોપાવર એસોસિએશન (IHA), GIZ, અને કાઉન્સિલ ફોર એનર્જી એન્વાર્યન્મેન્ટ એન્ડ વોટર (CEEW) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી રહ્યું છે. આ સહભાગીતા ડિકાર્બોનાઇઝેશન પ્રયાસોને આગળ ધપાવવામાં અને રાજ્યના નેટ-ઝીરો ઉર્જા પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ છે. આ અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતો અને સંસાધનોનો લાભ લઇને ઉર્જા સુરક્ષા અને વિશ્વસનીયતામાં સુધારો કરી ગુજરાત સ્થાયી અને સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય માટેની તેની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત બનાવી રહ્યું છે.
૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો બનાવવાના વિઝન પર, ગુજરાત રાજ્યની GUVNL કંપની દ્વારા "C-NET" નામની થિંક ટેન્કની સ્થાપના કરી છે, જેના દ્વારા ૨૦૪૭ સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે યોજના તૈયાર કરવામાં આવેલ છે.

આજે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને GETRI અંતર્ગત વિભાગ સેન્ટર ફોર નેટ-ઝીરો એનર્જી ટ્રાન્ઝિશન (C-NET)એ લોંગ ડ્યુરેશન એનર્જી સ્ટોરેજ કાઉન્સિલ (LDES કાઉન્સિલ) સાથે મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.છે.આ ઐતહાસિક એમઓયુ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના કાર્યવાહક અગ્રસચિવ શ્રી મુકેશ કુમાર (IAS) અને GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જય પ્રકાશ શિવાહરે (IAS)નીપ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.

LDES કાઉન્સિલ વતી LDES ની CEO અને ગ્લોબલ રિન્યુએબલ એલાયન્સ (GRA) ની અધ્યક્ષ સુશ્રી જુલિયા સુડર અને GUVNL વતી શ્રી સૌરવ નન્દી, સીએફએમ (પાવર ટ્રેડિંગ) એ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

GUVNL અને LDES કાઉન્સિલ વચ્ચેના MoU લાંબા સમયના એનર્જી સ્ટોરેજના ઉકેલના વ્યાપક મૂલ્યાંકન માટેનો માર્ગ મોકળો કરે છે. આ ટેકનોલોજી ગ્રીડ સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સોલર અને પવન ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોના સંકલનને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ છે તેમજ રિન્યુએબલ એનર્જી ના બદલાવને પહોંચી વળવા, લાંબા સમયના એનર્જી સ્ટોરેજ દ્વારા ડિકાર્બોનાઇઝેશન પ્રયાસોને મહત્વપૂર્ણ રીતે આગળ ધપાવી શકે છે અને સ્થિર ઉર્જા ભવિષ્ય તરફની ગતિને પ્રોત્સાહન આપી શકે છે.
GUVNL અને LDES કાઉન્સિલ વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી ગુજરાતને ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનના મોખરે સ્થાપિત કરે છે. આ સહકાર દ્વારા ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય લેવલ પર દ્રશ્યમાન થશે અને વધુ કંપનીઓ અને સંસ્થાઓને રાજ્ય સાથે સહકાર કરવા અને રોકાણ કરવા માટે આકર્ષિત કરશે. ચાલો આ મહત્વપૂર્ણ પ્રસંગને વધાવીને સ્વચ્છ ઉર્જા દ્વારા સ્થિર ભવિષ્ય સર્જવાના પ્રયાસોમાં એક થઈએ.
****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.