વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરમપુર-કપરાડા તાલુકાના ગામોને ઝોડતા રસ્તા બંધ થયા - At This Time

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરમપુર-કપરાડા તાલુકાના ગામોને ઝોડતા રસ્તા બંધ થયા


વલસાડ જિલ્લામાં ફરી એકવાર બે દિવસથી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. જેને લઈને વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તેમજ વલસાડ તાલુકાના મળીને 22 પંચાયતના 22 રસ્તાઓ પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે ઓવર ટોપિંગ થતા વહીવટી તંત્રએ આ રસ્તા પર લોકોને અવરજવર નહિ કરવા સૂચના આપી છે. તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે અન્ય રસ્તાઓ પર અવરજવર કરવા સુચન કર્યું છે.

ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે 22 જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. બંધ થયેલા રસ્તાઓ અંગે વિગતો જોઈએ તો કપરાડા તાલુકાના ગિરનારા નીલુંગી રોડ, વારોલી જંગલ, હૈંદલબારી, દહીખેડ, કરચોંડ, બુરવડ રોડ પીપરોણી નિશાળ ફળિયા થી બરમ બેડા રોડ, ધાણવેરી અસલકાટી સુલીયા રોડ, અંભેટી ખરેડા ફળિયા રોડ, દહીંખેડ બુરવડ રોડ, ટૂકવાડા મુખ્ય રસ્તાથી ધારણમાળ ગામ ને જોડતો રોડ, તેરી ચીખલી પાટીલ ફળિયા રોડ, ઓજાર વિલેજ રોડ, જીરવલ મુખ્ય રસ્તા પ્રાથમિક શાળા થઈ આદિમ જૂથ દાદરા નગર હવેલી ને જોડતો રોડ, અંભેટી વાપી રોડ થી રાયાવાડી રોડ 8 થી 10 કલાકમાં પાણી ઉતર્યા બાદ અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે અરણાઈ કુંડા ધામણી રોડ વરસાદ રહ્યા પછી પણ 20 થી 25 દિવસે ખુલે તેમ હોય તેમના વૈકલ્પિક રસ્તા અંગે પાનસ નળીમધની અરણાઇ રોડ, ધરમપુર માકડબન ધામણી રોડ પર અવર જવર કરવા વહીવટી તંત્રએ સૂચવેલ છે. જ્યારે ધરમપુર તાલુકાના ઉલસ પીંડી પિંડી, નાની કોસબાડી રોડ, સીદુંબર ભટાડી ફળિયા રોડ, વાસદા જંગલ મૂળગામ એપ્રોચ રોડ, ફુલવાડી એપ્રોચ રોડ, પાંડવખડક, ચિકારપાડા રોડ, ભાનવડ એપ્રોચ રોડ, બામટી, શીશપાડા રોડ, વલસાડ તાલુકાના સારંગપુર એપ્રોચ રોડ, વાગલધરા રિવર બેંક થી જેસિયા રોડ, દાંડીવલી, ઓજાર, કાકડમતી રોડ આ તમામ મુખ્ય રસ્તાઓ પર આવેલા કોઝવે વરસાદી પાણીના કારણે ઓવર ટોપીંગ થવાથી બંધ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોની વિગત જોઈએ તો ગિરનારા, મિલુંગી, પીપલસેટ, વારોલી જંગલ, દહીખેડ, હેદલબારી, કરચોન્ડ, ઉમલી, ફતેપુર, બુરવડ, ધાણવેરી, સલકાટી, મિલુંગી, ખરેડા ફળિયા, દહીંખેડ, બુરવડ, ટૂકવાડા, ધારણમાળ, તેરી ચીખલી પાટીલ ફળિયા, ઓઝર, આદિમ જૂથ, રાયાવાળી ઉલસપિંડી, નાની કોસબાડી, વાસદા જંગલ, ફૂલવાડી, પાંડવખડક, ભાણવડ, વાંજલટ, બામટી, સારંગપુર પીઠા, વાગલધરા, ઓઝર, કાકડમટી આ તમામ ગામોને જોડતા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ ગિરનારા પીપલસેટ રોડ, દહીંખેડ ખાતુનીઆ હેદલબારી રોડ, સેલવાસ સાયલી રોડ, ધાણવેરી એપ્રોચ રોડ, ખેરલાવ અંબાચ રોડ, દહીખેડ પટેલ ફળિયા રોડ, ઓજાર મોરખલ રોડ, અંભેટી વાપી રોડ, પોંઢાજંગલ કોસવાડી રોડ, આવધા તુતરખેડ રોડ, એસ એચ ધરમપુર આવધા બિલધા રોડ, કરંજવેરી કાંગવી લુહેરી સાવરમાળ રોડ, ધરમપુર માકડવંજ ધામણી રોડ, ધરમપુર નાસિક રોડ, તામછડી, હેદરી, વાંજલટ રોડ, મરઘમળ રોડ, ઊંડાચ બીલીમોરા રોડ કલવાડા ઠક્કરવાડા રોડ, રોણવેલ નવેરા રોડ વગેરે રોડની વૈકલ્પિક વ્યવસ્થા પરથી મુસાફરો અવરજવર કરી શકશે. કોઝવે ઓવર ટોપીકના કારણે ધામણી, વેરીભવાડા, મેણધા, દાનવડ, નાંદગામ મોહનકાવચાળી, વાંસદા જંગલ, મોહપાડા, બોરપાડા, ટોકરપાડા, માની અસરગ્રસ્ત ગામો બન્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મોહનકાવચાળી થી કોરવડ રોડ, પાંચવેરા સુથારપાડા થી નેશનલ હાઈવે, માનીથી પીપરોણી રોડ મરામત માટે પાંચ મજૂર એક જેસીબી ને કામે લગાડ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.