બોટાદ શહેર તુરખા રોડ પર આવેલી આંગણવાડી માં ભૂલકાઓની અવદશા એક રૂમ ની અંદર પશુઓ ની જેમ બેસાડી ભણાવાય છે શું આવી રીતે ભણશે ગુજરાત - At This Time

બોટાદ શહેર તુરખા રોડ પર આવેલી આંગણવાડી માં ભૂલકાઓની અવદશા એક રૂમ ની અંદર પશુઓ ની જેમ બેસાડી ભણાવાય છે શું આવી રીતે ભણશે ગુજરાત


* શું આવી રીતે ભણશે ગુજરાત નું ભાવિશ્ય

* એકજ રૂમ અંદર નાસ્તો બનાવે અને ત્યાંજ ભૂલકાઓ અભ્યાસ કરે શે દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની

પ્રતિનિધી:વનરાજભાઇ ધાંધલ

હાલ સરકાર દ્વારા ભણતર ઉપર ભાર મુકી ભણાવવામા આવે છે કોઈ પણ જાત કસર છોડવામાં આવતી નથી ત્યારે બોટાદ ના તુરખા રોડ પર આવેલ રામનગર 95 નંબર અને મેઘાણીનગર 96 નંબર ની આંગણ વાડી એક નાનકડા એવા રૂમ માં ચલાવવામાં આવે છે આ આંગણ વાડી કેન્દ્રો માં 45 થી 50 જેટલાં ભૂલકાઓ પશુઓની જેમ બેસાડી અભ્યાસ કરાવે છે આ આંગણવાડી એક રૂમ ની અંદર નાસ્તો ત્યાંજ બનાવવામાં આવે છે ત્યાંજ ભૂલકાઓ ને અભ્યાસ પણ કરાવવામાં આવે છે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? એક રૂમ ની અંદર રમત ગમત ના સાધનો અને બાળકો ને નાસ્તો આપવામાં આવે છે કાચું સીધું સામાન રાખવામાં આવે છે બાકી જગ્યા વધે ત્યા આપણું ભવિષ્ય ને ભણાવામાં આવે છે તો શું આવી રીતે ભણશે ગુજરાત નું ભવિષ્ય જયારે આંગણવાડી કેન્દ્ર પર આરોગ્ય કેમ્પ હોય ત્યારે ભૂલકાઓ ને રૂમ ની બહાર જાહેર રસ્તા પર બેસાડવામાં આવે છે પશુથી પણ બતતર હાલત ભુલકાઓની.. આંગણવાડી ના કર્મચારીઓ અને વાલીઓએ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ના બહેરા કાને અવાજ સંભળાતો નથી. શું. તંત્ર કોઈ દુર્ઘટના ની રાહમા છે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.