*કરુણા એનિમલ એમ્બ્યુન્સ ૧૯૬૨ ને ૬ વર્ષ પૂર્ણ કુલ ૧૦,૨૧૨ પશુ પક્ષીઓને ની:શુલ્ક સારવાર
*કરુણા એનિમલ એમ્બ્યુન્સ ૧૯૬૨ ને ૬ વર્ષ પૂર્ણ કુલ ૧૦,૨૧૨ પશુ પક્ષીઓને ની:શુલ્ક સારવાર*
પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ. એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લા ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ મોડાસા શહેરમાં કાર્યરત છે.
બિન વારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આં સેવા મોડાસા શહેર માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે..
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં શ્વાન - ૫૯૨૩, ગાય -૨૭૧૫, બિલાડી - ૨૨૧, કબૂતર - ૮૧૮, વાંદરા - ૨૯, બકરી - ૪૦, પોપટ - ૩૩
કાગળા - ૧૪ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૦,૨૧૨ પશુ - પક્ષીઓની નિશુલ્ક સારવાર આપવામાં આવી છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ - ૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે . જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે . બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આં સેવાનો લાભ મેળવી શકાય છે . જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.