” મુનપુર કોલેજનું ગૌરવ ” મુનપૂર કોલેજ ની સંસ્કૃત વિભાગ ની વિદ્યાર્થિની યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમે આવી - At This Time

” મુનપુર કોલેજનું ગૌરવ ” મુનપૂર કોલેજ ની સંસ્કૃત વિભાગ ની વિદ્યાર્થિની યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમે આવી


આપને જણાવતા આનંદ અનુભવું છું કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની બી.એ.ની પ્રથમ બેચ 2019 માં બહાર પડી તેમાં આર્ટસ ફેકલ્ટીમાં મુનપુર કોલેજની વિદ્યાર્થીની આરતી પારેખ પ્રથમ ક્રમાંકે રહી હતી.

એ જ રીતે આજે તા.૨૩/૫/૨૪ ના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી બી.એ.સેમેસ્ટર-૬ નું પરિણામ જાહેર થયું છે ત્યારે સમગ્ આટૅસ ફેકલ્ટી માં સંસ્કૃત વિષયની મુનપુર કોલેજની વિદ્યાર્થીની વિભાક્ષી. કે.દરજી યુનિવર્સિટી માં પ્રથમ ક્રમાંકે રહી કોલેજ નું ગૌરવ વધાર્યું છે. ચિ.વિભાક્ષીને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ.

આ માટે કોલેજ સંસ્કૃત વિભાગના કર્મઠ અધ્યાપક ડૉ. પરેશભાઈ પારેખ અને હાલ જેઓ અમારી કોલેજમાં નથી પણ તેમનું પણ યોગદાન રહ્યું છે તેવા ડૉ. હિતેશભાઈ કુબાવત ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. બંને અધ્યાપક મિત્રોની વિદ્યાર્થીની પાછળ અથાગ મહેનત અને સ્ટાફ અધ્યાપક મિત્રો,અને કોલેજ સંચાલક મંડળ શ્રી એમ જી એસ કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, પદાધિકારીશ્રીઓ -સભ્યશ્રીઓના પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીની ખૂબ સુંદર પરિણામ મેળવી શકી છે.

આપ સૌનો પ્રત્યક્ષ-પરોક્ષ સહકાર, શુભેચ્છાઓ અને લાગણીઓ જ સફળતા અપાવે છે

સર્જિત ડામોર (કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.