શ્રી શિવમ વિદ્યાલયમાં આઝાદીના અમૃત મહોત્સવ 75 નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી
શ્રી શિવમ વિદ્યાલયમાં આઝાદીના અમૃત મહોત્સવ 75 નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી
જસદણ તાલુકાની શ્રી શિવમ વિદ્યાલયમાં આઝાદીના અમૃત મહોત્સવ 75 નિમિત્તે વિશાળ માનવ ધ્વજ તેમજ વિશાળ ભારત દેશના નકશાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિકૃતિ કરીને દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ કેસરી સફેદ અને લીલા રંગના પોશાકમાં આવી વિશાલ રાષ્ટ્રધ્વજનું નિર્માણ કર્યું તેમજ વિશાળ ભારતના નકશા નું નિર્માણ કર્યું ભારત, ઇન્ડિયા, વંદે માતરમ, હર ઘર તિરંગા, વગેરે જેવા સ્લોગનનું પણ વિદ્યાર્થીઓ દ્વારા જ લખાણ કરવામાં આવ્યું અને આઝાદીના અમૃત મહોત્સવ 75 ને દિવસ તરીકે કામધૂમથી ઉજવ્યો. શાળાના સંચાલક શ્રી હિતેશભાઈ રામાણી દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિ દેશપ્રેમ વિશે માહિતી આપવામાં આવી તેમજ આ કાર્યક્રમમાં વાલજીભાઈ ઝાપડિયા ભારતીબેન ઢોલરિયો તેમજ શિવમ સ્કૂલના તમામ સ્ટાફે ખૂબ જ સારી રહેમત ઉઠાવી અને કાર્યક્રમને ખુબ જ સફળ બનાવ્યો.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.