કોઈ કારણ વગર પતિ સાથે ન રહેવુ એ માનસિક ત્રાસ આપવા સમાનઃ કોર્ટ - At This Time

કોઈ કારણ વગર પતિ સાથે ન રહેવુ એ માનસિક ત્રાસ આપવા સમાનઃ કોર્ટ


નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારમધ્યપ્રદેશની ફેમિલી છૂટાછેટાના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે, પતિ સાથે કોઈ યોગ્ય કારણ વગર ન રહેવું એ તેને ત્રાસ આપવા સમાન છે. સાથે જ આ એક પ્રકારની ક્રૂરતા છે. કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને મંજૂર આપી છે. - 2016માં લગ્ન કર્યાએડવોકેટ મનોજ બિનીવાલેએ જણાવ્યું હતું કે, 2016માં ઈન્દોરના રહેવાસી સિદ્ધેશ્વર કુમારના લગ્ન જયપુરની કરીના સિંહ સાથે થયા હતા. બંને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યા હતા અને થોડા દિવસો બાદ લગ્ન કરી લીધા હતા. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી કે, લગ્ન બાદ પત્નનું વર્તમ બદલાઈ ગયું છે. લગ્નની પહેલી જ રાત્રે પત્નીએ તેને કહ્યું હતું કે, તે કોઈ બીજા સાથે રિલેશનશિપમાં છે અને આગામી દિવસોમાં પણ રહેશે. ત્યાર બાદ સિદ્ધેશ્વરે તેને પોતાની પત્નિ તરીકે સ્વીકારી લીધી હતી. સિદ્ધેશ્વરે જણાવ્યું હતું કે, તેણે તેની પત્નીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માનવા તૈયાર નહોતી. તે તેના પતિને જાણ કર્યા વિના જ ઘર છોડીને જતી રહી હતી. ક્યારેક તે મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતી તો ક્યારેક ફોન પણ ઉપાડતી નહીં. ત્યાર બાદ તેણે કહ્યું હતું કે, તે ભવિષ્યમાં પોતાના પ્રેમી સાથે રહેશે. આ ઘટના બાદ સિદ્ધેશ્વરે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.