સાવલીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના 225 કિલો MD ડ્રગ્સ કેસમાં ચાર લોકોની ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gujarat-ats-arrest-4-person-in-savlis-225-kg-md-drug-case/" left="-10"]

સાવલીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના 225 કિલો MD ડ્રગ્સ કેસમાં ચાર લોકોની ધરપકડ


અમદાવાદ,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં ગુજરાત ATSએ રેડ કરીને મોટી માત્રામાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.  વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાં ડ્રગ્સ (MD Drugs) બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેના પગલે ગુજરાત ATS આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. કુલ 225 કિલો એમડી ડ્રગ્સગુજરાત એટીએસના જણાવ્યા પ્રમાણે, સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના બે વેપારીઓ અહીં વેર હાઉસ રાખીને ધંધો કરી રહ્યા છે. જે બાદ તપાસ કરીને બંને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી.પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, ફેક્ટરીમાં દરોડા પાડીને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે,જેનિ કિંમત 1125.265 કરોડ છે. આ સિવાય 14 લાખ રોકડ પણ કબ્જે કરીને કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, વડોદરાનો સાગરિત પિયુષ પટેલ સાવલી તાલુકાનાં એક ગામમાં કંપનીનું બાંધકામ કરાવી રહ્યાં છે. હાલ આ કંપની બંધાઇ રહી છે અને ત્યાં મશીનો પણ મુકવામાં આવ્યા છે. આજ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો સંતાળ્યો હતો. તેમજ આ ડ્રગ્સને પ્રોસેસ કરીને દિનેશ આલાભાઇ ધ્રુવ ઇબ્રાહિમ હુસેન અને તેના દિકરા બાબા ઇબ્રાહિમ અને અન્ય એક માણસને આપ્યો હતો. આ કેસ અંગે પકડાયેલ આરોપી દિનેશ આલાભાઇ ધ્રુવની આ અગાઉ 1994માં જેતપુર એન.ડી.પી કેસમાં ધરપકડ થઇ હતી જેમાં તેણે 12 વર્ષની જેલની સજા પણ થઇ હતી. તેમજ મહેશ ઉર્ફ મહેશ વૈષ્ણવની પણ 1998માં ભાવનગર કસ્ટમના એન ડી પી એસ કેસમાં ધરપકડ થઇ હતી. જેમાં તેણે 9 વર્ષની જેલની સજા ભોગવી વધુમાં જણાવ્યુ કે, આરોપીઓ મહેશે રાકેશ, દિલીપ અને વિજય મારફતે આ માલ તૈયાર કરાવ્યો હતો. આ લોકોએ સાથે મળીને ભરૂચની ફેક્ટરીમાં ગત વર્ષે આ જથ્થો બનાવ્યો હતો. રાકેશ અને વિજયે આ લિક્વીડ જથ્થો બનાવ્યો હતો. રાકેશ જે મૂળ ગીરસોમનાથ જિલ્લાનો છે અને તેને એમએસસી કેમેસ્ટ્રી કર્યું છે. તે 2011થી મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરતો હતો. લિક્વિડને પાવડર ફોમમાં બનાવતા જે બાદ તેમના અન્ય સાગરિતો અન્ય જગ્યાએ લઇ જઇને આ લિક્વિડને પાવડર ફોમમાં બનાવતા હતા. આ માલને તૈયાર કરીને માલને રાજસ્થાન અને મુંબઇ પણ લઇ જવાતો હતો. આ ચાર સાથેના અન્ય લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યાં છે. આ કેસમાં  ભરૂચ, વડોદરા, જામનગર એસઓજીની પણ મદદ લેવામાં આવી છે.આ અંગે પોલીસે આલીશાન બંગલામાં રહેતા મહેશની પત્ની સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, તેઓ પતિના આ કાળા વ્યવસાયથી અજાણ હતા. મહેશ વૈષ્ણવ મૂળ ધોરાજીના વતની છે. અઢી વર્ષ પહેલાં લગ્ન બાદ તેઓ સુરત સ્થાયી થયા હતાં. તેની પત્ની બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે.આટલુ જ નહી આ ડ્રગ્સના કારોબારમાં આલીશાન બંગ્લામાં રહેતા મહેશનો ફ્લેટ પોતાનો નહી પરંતુ પત્નીનો હોવાનું જાણવા મળ્યું છે. મહેશ વૈષ્ણવ ડ્રગ્સનો ધંધો કરે છે તે વિશે સોસાયટીના રહીશો પણ અજાણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]