સહારા ઇન્ડિયામાં રોકાણ કરાવી 44 લાખ પરત ન કરતા સુબ્રતો રોય સહિત 29 સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ.
સહારા ઇન્ડિયાની વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી 44 લાખ 40 હજાર રૂપિયા પરત નહીં કરતા કંપનીના મેનેજર તેમજ માલિક સામે વધુ એક ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ છે . જેમાં ફરિયાદીએ નાણા પરત માંગતા કંપનીના કર્મચારીઓ માર મારવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે . લોભાણી સ્કીમો આપી વડોદરાના ગોત્રી હરિનગર વિસ્તારમાં આવેલ શિવમ ટેનામેન્ટમાં રહેતા પવન સુભાષચંદ્ર ફુલ્લી પેસ્ટીસાઇડની કંપની ધરાવે છે . વર્ષ 2000 માં તેમનો સંપર્ક સહારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એજન્ટ ઉશ્માનભાઇ હબીબભાઇ પટેલ ( રહે . કડુજીનગર , અકોટા , વડોદરા ) સાથે થયો હતો . ઉશ્માન પટેલે સહારા કંપનીમાં મૂડીરોકાણની વિવિધ સ્કીમની માહિતી આપી અને સારુ વળતર મળશે તેમ જણાવી પવન ફુલ્લીની પત્ની તથા ભાભી અને તેમની બે દિકરીઓના નામે 36 લાખ 17 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.