કેજરીવાલના જામીન લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી નહીં:સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો, કહ્યું- CJI નિર્ણય લેશે; 1 જૂન સુધીના જામીન મળ્યા છે - At This Time

કેજરીવાલના જામીન લંબાવવાની અરજી પર તાત્કાલિક સુનાવણી નહીં:સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો, કહ્યું- CJI નિર્ણય લેશે; 1 જૂન સુધીના જામીન મળ્યા છે


મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને મેડિકલ સ્થિતિના આધારે વચગાળાના જામીન 7 દિવસ સુધી લંબાવવા માટે કહ્યું હતું. મંગળવારે તેમના વકીલે આ અંગે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. SCનું કહેવું છે કે CJI વચગાળાના જામીન લંબાવવાનો નિર્ણય લેશે, કારણ કે કેજરીવાલ સામેના મુખ્ય કેસમાં ચુકાદો સુરક્ષિત છે. સુપ્રીમ કોર્ટે અભિષેક સિંઘવીને પૂછ્યું કે ગયા અઠવાડિયે જ્યારે મુખ્ય બેંચના જજ જસ્ટિસ દત્તા હાજર હતા ત્યારે કેજરીવાલની અરજીને કેમ લિસ્ટિંગ કરવામાં આવી નહીં. કેજરીવાલે સોમવારે અરજી કરી હતી
કેજરીવાલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મેડિકલ સ્થિતિના આધારે જામીન વધુ 7 દિવસ વધારવાની માંગ કરી હતી. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 50 દિવસ જેલમાં રહ્યા બાદ 10 મેના રોજ તેમને જામીન મળ્યા હતા. તેમની 21 દિવસના જામીન 1 જૂને પૂરા થઈ રહ્યા છે. પાર્ટીએ કહ્યું- ડોક્ટરે ટેસ્ટ કરાવવાનું કહ્યું, સમય જોઈએ
આમ આદમી પાર્ટીએ સોમવારે દલીલ કરી હતી કે તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઊંચું છે, જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. AAPએ એમ પણ કહ્યું હતું કે ડોકટરોએ કેજરીવાલને પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી અને કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (PET-CT) સ્કેન અને અન્ય કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જેના કારણે તેમણે વચગાળાના જામીન લંબાવવાની માંગ કરી છે. જેલમાં હતા ત્યારે તેમનું શુગર લેવલ પણ સતત ચર્ચાનો વિષય બન્યું હતું. કેજરીવાલ અને તેમની પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 7 વખત સુનાવણી થઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.